સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરીને એવી માગણી કરવામાં આવી છે કે આઠ રાજ્યમાં હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવામાં આવે. આ અરજી બાદ એ ચર્ચા હવે તેજ થઇ ગઇ છે કે આખરે આ માગણી પાછળનું કારણ શું છે? શું હિંદુઓને પણ કેટલાંક રાજ્યમાં લઘુમતીનો દરજ્જો મળી શકે છે?કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જે આઠ રાજ્યમાં લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય, જમ્મુ–કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને પંજાબનો સમાવેશ થાય છે. જ્યાં હિંદુઓની વસ્તી ખૂબ જ ઓછી છે અને તેમને ત્યાં લઘુમતીનો દરજ્જો મળે કે જેથી સરકારી સુવિધાઓનો લાભ પણ મળી શકે.અપીલમાં જણાાવાયું છે કે લઘુમતીનો દરજજો નહીં મળવાથી આ રાજ્યમાં હિંદુઓને મૂળભૂત અધિકારોથી વંચિત રહેવું પડે છે. અરજદાર અશ્વિની ઉપાધ્યાયે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ર૦૦રમાં એવો ચુકાદો આપ્યો હતો કે રાજ્ય સ્તરે લઘુમતીઓનો દરજ્જો આપવો જોઇએ. આઠ રાજ્યમાં હિંદુઓની સંખ્યા ખૂબ જ ઓછી છે તેમ છતાં તેમને લઘુમતીનો દરજજો આપવામાં આવ્યો નથી. ર૦૧૧ની વસ્તીગણતરી મુજબ લક્ષદ્વીપમાં ર.પ ટકા, મિઝોરમમાં ર.૭પ ટકા, નાગાલેન્ડમાં ૮.૭પ ટકા, મેઘાલયમાં ૧૧.પ૩, જમ્મુ–કાશ્મીરમાં ર૮.૪૪ ટકા, અરુણાચલ પ્રદેશમાં ર૯ ટકા, મણિપુરમાં ૩૧.૩૯ ટકા અને પંજાબમાં ૩૮.૪ ટકા હિંદુ છે. તેમને લઘુમતીનો દરજ્જો નહીં હોવાથી પાયાની સુવિધાઓ મળતી નથી.
Trending
- 10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે એક રહસ્ય..!
- ભુલથી પણ ગાડીમાં ન રાખો પ્લાસ્ટિકની બોટલ કેમ કે…
- કોણ છે બિગ બોસનો ‘વોઈસ’, એક સિઝનમાં કરે છે આટલી કમાણી
- ગુજરાત: યુવાને નોકરી છોડી પોતાનું પ્રથમ ફાર્મ ક્લિનિક ખોલ્યું, કરી રહ્યો છે નોકરી કરતાં વધુ કમાણી
- વારાણસીથી સાબરમતી, રાજકોટ અને વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, શેડ્યુલ જાહેર
- ગુજરાત : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
- દક્ષિણ કોરિયાના પ્લેન ક્રેશમાં 120ના મો*ત, લેન્ડિંગ ગિયરમાં સમસ્યા બાદ રનવે પર વિ*સ્ફોટ; વિમાનમાં 181 લોકો સવાર હતા
- અમદાવાદ :1 જાન્યુઆરીથી મુસાફરીમાં સમયની થશે બચત, જુઓ ડિવિઝનની ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ