આર્થિક સ્થિત સારી ન હોવાથી ઠપકો આપતા લાગી આવતા કર્યો આપઘાત
સાયલાનાં ઇશ્વરીયા ગામનાં યુવકે પિતા પાસે મોબાઇલ લઇ આપવાની જીદ કરી હતી. આથી પિતાએ ન લઇ આપી ઠપકો આપતાં યુવકને લાગી આવતા ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલુ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલનાં સમયમાં કોઇપણ વ્યકિતમાં સહનશક્તિ ખુબજ ઓછી જોવા મળે છે અને દેખાદેખી અને પરીસ્થિતી ખરાબ હોવા છતા લાઇફ સ્ટાઇલ ઉંચી જીવવાનાં અભરખા યુવકોમાં વધારે જોવા મળે છે.
જેથી અનેક પરિસ્થિતીનો સામનો કરવો પડતો હોય છે.ત્યારે આવીજ રીતે સાયલા તાલુકાનાં ઇશ્વરીયા ગામે રહેતા અને મજુરી કરી જીવન ગુજારતા જેઠાભાઇ રૂદાતલાનો 18 વર્ષિય પુત્ર મહેશ કેટલાક સમયથી પિતા પાસે નવો મોબાઇલ લઇ આપવાની માગ કરી રહ્યો હતો.
જેથી પિતાએ પરિસ્થિતી સારી ન હોવાથી મોબાઇલ લઇ આપવાની ના પાડી પુત્ર મહેશને ઠપકો આપ્યો હતો. આથી તેને લાગી આવતા ધરેથી નિકળી મૂળીનાં પલાસા પાસેથી પસાર થતી ટ્રેન નિચે પડતુ મુકી મોતને વ્હાલુ કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોઝુ ફરી વળ્યુ હતુ. જયારે આ અંગે રામસંગભાઇ માધાભાઇ રૂદાતલાએ મૂળી પોલીસ સ્ટેશને જાણવા જોગ દાખલ કરાતા વધુ તપાસ અનિરુદ્ધસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.