પીડિતા નવ દિવસે ભાનમાં આવ્યા બાદ તેના જ ગામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
બીલખા નજીક આવેલા ચોરવાડી ગામની ત્રણ સંતાનની માતા પર તેના જ ગામના એક સંતાનના પિતાએ ધાક ધમકી દઇ બળાત્કાર ગુજારતા પિડીતાએ કૂંવામાં પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પિડીતા નવ દિવસે ભાનમાં આવ્યા બાદ પોલીસે ચોરવાડીના કામાંધ સામે બળાત્કારનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોરવડી ગામે રહેતા અજય અશોક કોટડીયા નામના પટેલ શખ્સ ખેત મજુરોને પોતાની વાડીએ રહેવાની સગવડ આપતા હોવાથી ગામમાં કોઇને મજુરની જરુર હોય તેઓ અજય કોટડીયાને ત્યાં જતા હોવાથી પિડીતા અજય કોટડીયાને ત્યાં અવાર નવર જતી હોવાથી તેની સાથે પરિચય કેળવી અજય કોટડીયાએ ધાક ધમકી દઇ બળજરીથી શરીર સંબંધ બાંધ્યા બાદ પતિ અને પુત્રની હત્યાની ધમકી દઇ છેલ્લા આઠેક માસથી અવાર નવાર બળાત્કાર ગુજારતો હોવાથી અજય કોટડીયાથી કંટાળી નવેક દિવસ પહેલાં પિડીતાએ કૂંવામાં પડતું મુકયું હતુ.ં
તેણી બે ભાન હોવાથી કૂંવામાં પડતું મુકી શા માટે આપઘાત કર્યો તે અંગે કોઇને જાણ ન હતી. દરમિયાન ગઇકાલે પિડીતા ભાનમાં આવતા અજય કોટડીયા ધાક ધમકી દઇ છેલ્લા આઠેસક માસથી બળાત્કાર ગુજારતો હોવા ચોકાવનારી વિગતો જાહેર કરતા બીલખા પોલીસે અજય અશોક કોટડીયા સામે બળાત્કારનો ગુનો નોંધી પી.એસ.આઇ. આર.પી.ચુડાસમાએ તપાસ હાથધરી છે.