કૃણાલ પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શન દ્વારા હૈદરાબાદને પાંચ વિકેટ મત આપી
સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનવ સુપરજાયન્ટ્સ વચ્ચે રોમાંચક મેચ રમાયો હતો. ‘લો સ્કોરિંગ’ હોવાથી આ મેચ એકતરફી રહ્યો હતો. હૈદરાબાદના બેટ્સમેનો લખનવના સ્પિનરો સામે ઝઝૂમ્યા હતા . લખનવ તરફથી કૃણાલ પંડ્યા મેચનો હીરો રહ્યો હતો. જે બોલિંગમાં અને બેટિંગમાં વિપક્ષીઓને ધોબી પછડાટ આપ્યો હતો .
હૈદરાબાદના નવા સુકાની એઇડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ તેનો નિર્ણય ટીમ માટે ઘાતક સાબિત થયો. મયંક અગ્રવાલ અને અનમોલપ્રીત સિંહે સારી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મયંક 8 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર પછી એકાએક વિકેટ પાડવા લાગી હતી.
122 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખનવની ટીમ માટે
બીજી ઇનિંગ્સ જોખમી બનશે એવી અપેક્ષા હતી, કારણકે લો સ્કોરિંગ મેચની સાથે હૈદરાબાદ પાસે પેસ અને સ્પિન એટેક જબરો છે પરિણામે બેટ્સમેનો માટે પિચ મુશ્કેલ સાબિત થશે . સાથે એવી પણ અપેક્ષા હતી કે લખનવના બેટ્સમેનો હૈદરાબાદના ભુવનેશ્વર કુમાર, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, આદિલ રશીદ અને ઉમરાન મલિકના બોલિંગ આક્રમણ સામે શરણાગતિ સ્વીકારશે. પરંતુ, એવું કંઈ થયું ન હતું. લખનવની જીતમાં કૃણાલ પંડ્યા સૌથી મહત્વપૂર્ણ રહ્યો હતો. બોલિંગ દરમિયાન તેને 4 ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેમાં અનમોલપ્રીત સિંહ અને એડન માર્કરામે સતત બે વિકેટ ઝડપી હતી.
આ બે વિકેટ પડી ગયા બાદ હૈદરાબાદ ક્યારેય ઉભું થઈ શક્યું ન હતું. લખનવે તેની બોલિંગથી શરૂઆતથી જ હૈદરાબાદની ઘોંઘાટ ચુસ્ત રાખી. આ જ કારણ હતું કે હૈદરાબાદના માત્ર 4 બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા. હૈદરાબાદની બેટિંગ શરૂઆતથી જ નબળી રહી હતી. હૈદરાબાદની કુલ 8 વિકેટ પડી હતી, જેમાં લખનૌના સ્પિનરોએ 6 વિકેટ લીધી હતી.