નોટબંધી મામલામાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નોટબંધીની બંધારણીય માન્યતાનો મામલો બેંચ સમક્ષ વિલંબિત છે. આ સંજોગોમાં તમામ અરજીકર્તાઓ બંધારણીય બેંચ સમક્ષ જ અરજી દાખલ કરે. કેન્દ્રએ કહ્યું કે જૂની નોટો જમા કરાવવાની માંગ કરનારા 14 અરજીકર્તા સામે જૂની નોટો રાખવાને લઈ સરકાર કોઈપણ ક્રિમીનલ કાર્યવાહી નહીં કરે.
હવે જૂની 1000 અને 500 રૂપિયાની નોટ જમા કરાવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે સુધા મિશ્રાએ અરજી દાખલ કરી હતી કે, જે લોકો જૂની નોટો જમા નથી કરાવી શક્યા તેમના માટે સુપ્રીમ કોર્ટ ડાયરેક્શન બહાર પાડે.