જય હનુમાન, જય જય સિયારામના જય ઘોષ સાથે
51થી વધુ આકર્ષણ ફલોટસ, 51 ફૂટનો ભગવો ધ્વજ સાથે ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં દર્શનાથીઓ જોડાયા
ચૈત્ર સુદ પૂનમને આજ સંકય મોચન મારૂતી નંદન, રામદૂત, બજરંગબલી કે જેના સ્મરણથી રોગ, ભયનો નાશ થતો હોવાની અને કળીયુગમાં પણ તે અદ્રશ્યરૂપે વિદ્યામાન હોવાથી કરોડો હિન્દુઓની હજારો વર્ષથી શ્રધ્ધા રહી છે તે હનુમાનજીનો જન્મોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવવામાં આવી છે. ત્યારે આજે રાજકોટમાં બડાબજરંગ દ્વારા રજવાડી રથમાં ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં બડા બજરંગ દાદાનીમૂર્તિ જે રજવાડી રથમાંબિરાજમાન હતા રથને ભકતોએ રસ્તાથી ખેંચ્યો હતો.
આ સાથે 51 ફૂટનો ભગવો ધ્વજ ઉપરાંત 51થી વધુ આકર્ષક ફલોટસ સાથે બડાબજરંગ હનુમાનજી મંદિરથી રામનાથ પરાથી યાત્રાનો પ્રારંભ થયો હતો. જે બડા બજરંગ ચોક, રામનાથપરા મેઈનરોડથી ગરૂડ ગરબી ચોક, વિરાણી વાડી, હાથીખાના, કેનાલ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, પેલેસ રોડ પ્રહલાદરોડ, ભુપેન્દ્ર રોડથી બાલાજી મંદિર કાતે યાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી. આ ભવ્ય રથયાત્રામાં ભાવિ ભકતોને 108 કિલો મલીદાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.
રસ્તામાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા રંગોળી, પુષ્પ વર્ષા તેમજ ફટાકડા ફોડી યાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. તથા રસ્તામાં યાત્રા રૂટ પર ઠંડા પીણા, શરબત , છાશ, પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતુી હનુમાન દાદાની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટયા હતા.
સંકલ્પસિઘ્ધ હનુમાનજી મંદિરે આજે વિશિષ્ટ કાર્યક્રમો
મહાનુભાવોની હાજરીમાં સાંજે મહા આરતી હનુમાન ચાલીસા પાઠ સહિતના આયોજનો
હનુમાન જયંતિના પાવન દિવસે આજે કાલાવડ રોડ સ્થિત વિશ્ર્વ વંદનીય સંતવિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત થયેલ સંકલ્પસિઘ્ધ હનુમાનજી મંદિર દ્વારા હનુમાન જયંતિ નિમિતે ઉપક્રમે આજે સાંજે મહાઆરતી, ભકત ભકિત અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
હનુમાન જયંતિ નિમિતે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સાંજે 5.30 વાગ્યાની ભજન કીર્તન હનુમાન ચાલીસાપાઠ તથા સાંજે 7 વાગ્યે મહાઆરતી બાદ હનુમાનજીના પ્રસાદનો પણ લાભ પ્રાપ્ત થશે.
આ હનુમાન જયંતિ સમારોહમાં રાજકોટ શહેરના મહાનુભાવો સહીત તમામ ભાવિકો ભકતજનોને સપરિવાર મિત્રજનો સહીત પધારવા હાર્દિક નિમંત્રણ છે.
ભામાસરા ગામે હનુમાનજી મંદિરમાં ભક્તોએ પૂજા અર્ચના ધન્યતા અનુભવી
હનુમાનજીના ભક્ત સુરેશ દાદાના સાનિધ્યમાં આજે હનુમાનજીના દર્શન થશે. બગોદરા હાઈવે દેવદૂત હનુમાનજી મહારાજ તાલુકાના ભામસરા ગામ માં આવેલ હનુમાનજી ના મંદિર માં આજે હનુમાન જયંતી નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી.
આજુ બાજુના ગામના લોકો તથા ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી. આજુ બાજુના ગામના બાળકો ને બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું.
રોકડીયા હનુમાન મંદિરે રાત્રે લોકડાયરો
હનુમાન જયંતિના પાવન પર્વ નિમિતે આજે રોકડીયા હનુમાન મંદિર ભીલવાડી ચોક ખાતે રાત્રે 9.30 વાગ્યે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં લોક ગાયક રેખાબેન અગ્રાવત, અશોકભાઇ ભજનીક, ક્રિષ્નાબેન સાગર પ્રજાપતિ ઉસ્તાદ મહેશભાઇ બેન્જો માસ્ટર યોગેશ હરિયાણી ઉ5સ્થિત રહી સંતવાણી પ્રસ્તુત કરશે.
ભાવિ ભકતોને ઉ5સ્થિત રહેવા રોકડીયા હનુમાન મંદિર ભીલવાડા ચોક સદર બજાર ખાતે પધારવા આમંત્રણ પાઠવવામાં આવેલ.