માત્ર એક સપ્તાહમાં સ્વિમિંગ પુલ માટે 7133 લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન:મહિલા સ્વિમિંગ પુલમાં પણ 453 નોંધણી
સૂર્યનારાયણ ધીમે ધીમે આકાશમાંથી અગ્નિવર્ષા કરી રહ્યા છે ત્યારે કોર્પોરેશન સંચાલિત અલગ અલગ છ સ્વિમિંગ પૂલમાં રજીસ્ટ્રેશન માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. લેડીઝ સ્વિમિંગ પૂલમાં 453 જ્યારે અન્ય પાંચ સ્વિમિંગ પૂલમાં 7133 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળે રહ્યું છે. અલગ અલગ સ્પોર્ટ્સ સંકુલમાં એક સપ્તાહમાં 10,583 લોકોએ નોંધણી કરાવતા કોર્પોરેશનને 82 લાખથી પણ વધુની આવક થવા પામી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા મહિલા સ્વિમિંગ પૂલમાં 453 મહિલાઓએ નોંધણી કરાવી છે. જ્યારે રેસકોસ સ્વિમિંગ પૂલમાં 1667 લોકોએ કાલાવાડ રોડ સ્વિમિંગ પૂલમાં 2480, કોઠારીયા રોડ સ્વિમિંગ પૂલના અલગ અલગ બે યુનિટમાં અનુક્રમે 60 અને 1854 વ્યક્તિઓએ જ્યારે પેડક રોડ સ્વિમિંગ પૂલ ખાતે 1072 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
અલગ અલગ બે જીમમાં 639 લોકોનું રજીસ્ટ્રેશન થયું છે.જ્યારે નાના મવા સર્કલ પાસે આવેલા લેડીઝ જીમમાં 55 મહિલાઓએ નોંધણી કરાવી છે.રેસકોસ સ્થિત બાસ્કેટબોલ કોર્ટ માટે 92, સિન્થેટિક એટલેટીક ટ્રેક માટે 2168 અને ટેનિસ કોર્ટ માટે 43 વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન છેલ્લા એક અઠવાડિયામાં થયું છે.કોર્પોરેશનના અલગ અલગ સ્પોર્ટ્સ સંકુલોમાં એક સપ્તાહમાં 10,583 લોકોએ નોંધણી ભણવા મળી રહ્યું છે.