જંત્રી દરના વધારા પૂર્વે સબ રજિસ્ટ્રાર કચેરીઓએ જુના રેકોર્ડ તોડ્યા
જિલ્લામાં માર્ચ મહિનામાં અધધધ 19673 દસ્તાવેજોની નોંધણી : સૌથી વધુ મોરબી રોડ ઝોનમાં 2248 દસ્તાવેજ નોંધાયા, સૌથી ઓછા વીંછીયામાં 154 દસ્તાવેજ નોંધાયા
ગુજરાતમાં આગામી 15મી એપ્રિલ પછી જંત્રીદરમાં વધારો આવવાનો છે ત્યારે વિકાસની હરણફાળ ભરી રહેલા રાજકોટમાં મિલકતનાં રજીસ્ટ્રેશન-દસ્તાવેજ માટે જબરો ઘસારો જોવા મળી રહ્યો છે. જેથી રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીઓએ સરકારની તિજોરી છલકાવી દિધી છે. માત્ર માર્ચ મહિનામાં જ જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની અધધધ રૂ. 114 કરોડની આવક થઇ છે.
ગુજરાત સરકારે લગભગ 12 વર્ષ પછી જંત્રીના દરનું પુન: મૂલ્યાંકન કર્યું. સરકારે જાહેરાત કરી હતી કે 5 ફેબ્રુઆરીથી દરો બમણા થઈ જશે. રિયલ એસ્ટેટ ડેવલપર્સ સહિત અનેક સંગઠનોની રજૂઆતોને પગલે, નવા દરોનો અમલ 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.
ઉંચા દરથી બચવા તથા વર્તમાન દરે જ રજીસ્ટ્રેશન કરાવવા માટે કેટલાંક દિવસોથી ઘસારો છે.દસ્તાવેજ નોંધણી માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં લગભગ તમામ સ્લોટ ફુલ છે આ સ્થિતિમાં સરકારની સ્ટેમ્પ ડયુટી-રજીસ્ટ્રેશન ફીની આવકમાં મોટો વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓ કાર્યરત છે. જેમાં માત્ર માર્ચ મહિનામાં જ 19673 દસ્તાવેજની નોંધણી થઇ છે. જેનાથી સરકારની તિજોરીમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી પેટે રૂ. 114.74 કરોડની આવક થઇ છે.
ઝોનવાઈઝ સ્થિતિ જોઈએ તો કોટડા સાંગાણીમાં 788 દસ્તાવેજની નોંધણીથી રૂ. 3.63 કરોડની આવક થઈ છે. તેવી જ રીતે કોઠારીયા ઝોનમાં 877 દસ્તાવેજની નોંધણીથી રૂ. 4.33 કરોડની આવક થઈ છે. જામકંડોરણામાં 152 દસ્તાવેજની નોંધણીથી રૂ. 13.42 લાખની આવક થઈ છે. મવા ઝોનમાં 1170 દસ્તાવેજની નોંધણીથી રૂ. 15.94 કરોડની આવક થઈ છે. ઉપલેટામાં 717 દસ્તાવેજની નોંધણીથી રૂ. 2.32 કરોડની આવક થઈ છે. મોરબી રોડ ઝોનમાં 2248 દસ્તાવેજની નોંધણીથી રૂ. 13.68 કરોડની આવક થઈ છે. વીંછીયામાં 154 દસ્તાવેજની નોંધણીથી રૂ. 16.52 લાખની આવક થઈ છે. રતનપર ઝોનમાં 1592 દસ્તાવેજની નોંધણીથી રૂ. 12.58 કરોડની આવક થઈ છે. રૈયામાં 1913 દસ્તાવેજની નોંધણીથી રૂ. 13.31 કરોડની આવક થઈ છે.
ગ્રામ્ય ઝોનમાં 1094 દસ્તાવેજની નોંધણીથી રૂ. 7.17 કરોડની આવક થઈ છે. જસદણમાં 896 દસ્તાવેજની નોંધણીથી રૂ. 2.81 કરોડની આવક થઈ છે. રાજકોટ 1 ઝોનમાં 1250 દસ્તાવેજની નોંધણીથી રૂ. 6.44 કરોડની આવક થઈ છે. ગોંડલમાં 1952 દસ્તાવેજની નોંધણીથી રૂ. 6.90 કરોડની આવક થઈ છે. પડધરીમાં 439 દસ્તાવેજની નોંધણીથી રૂ. 1.52 કરોડની આવક થઈ છે. લોધિકામાં 1229 દસ્તાવેજની નોંધણીથી રૂ. 6.29 કરોડની આવક થઈ છે.
જેતપુરમાં 961 દસ્તાવેજની નોંધણીથી રૂ. 2.99 કરોડની આવક થઈ છે. ધોરાજીમાં 529 દસ્તાવેજની નોંધણીથી રૂ. 1.25 કરોડની આવક થઈ છે. મવડી ઝોનમાં 1712 દસ્તાવેજની નોંધણીથી રૂ. 13.91 કરોડની આવક થઈ છે.
અગાઉ એક દસ્તાવેજની નોંધણી માટે 15 મિનિટ થતી, હવે માત્ર 5 મિનિટ!
મળતી માહિતી અનુસાર અગાઉ એક દસ્તાવેજની નોંધણી માટે સ્ટાફને 15 મિનિટ જેટલો સમય લાગતો હતો. પણ હવે દસ્તાવેજ નોંધણી માટે ખૂબ ભીડ રહેતી હોય, સ્ટાફ આ કામ માત્ર 5 જ મિનિટમાં કરી આપે છે. ઉલ્લેખનીય છે કે હાલ રજાના દિવસોમાં પણ સબ રજિસ્ટ્રાર કચેરીઓ ચાલુ રહે છે. જેથી સ્ટાફ ઉપર કામનું ભારણ પણ ખૂબ વધ્યું છે.
ઝોન | દસ્તાવેજની સંખ્યા | આવક |
કોટડા સાંગાણી | 788 | 3.63 કરોડ |
રાજકોટ-7 (કોઠારીયા) | 877 | 4.33 કરોડ |
જામકંડોરણા | 152 | 13.42 લાખ |
રાજકોટ-પ (મવા) | 1170 | 15.94 કરોડં |
ઉપલેટા | 717 | 2.32 કરોડ |
રાજકોટ-ર (મોરબી રોડ) | 2248 | 13.68 કરોડ |
વીંછીયા | 154 | 16.52 લાખ |
રાજકોટ-3 (રતનપર) | 1592 | 12.58 કરોડ |
રાજકોટ-4 (રૈયા) | 1913 | 13.31 કરોડ |
રાજકોટ-8 (ગ્રામ્ય) | 1094 | 7.17 કરોડ |
જસદણ | 896 | 2.81 કરોડ |
રાજકોટ-1 | 1250 | 6.44 કરોડ |
ગોંડલ | 1952 | 6.90 કરોડ |
પડધરી | 439 | 1.52 કરોડ |
લોધીકા | 1229 | 6.29 કરોડ |
જેતપુર | 961 | 2.99 કરોડ |
ધોરાજી | 529 | 1.25 કરોડ |
રાજકોટ-6 (મવડી) | 1712 | 13.19 કરોડ |
કુલ | 19673 | 114.74 કરોડ |