જસ્ટર વેપાર, સાયબર સિકયુરીટી, અને સંરક્ષણ ક્ષેત્રે ભારત-અમેરિકાના સંબધો વધુ મજબુત બનાવે તેવી બંનને દેશોને આશા
અમેરિકા સીનેટે પરમાણું સંધીના નિર્ણાયક કેનેથ જસ્ટરને ભારતમાં અમેરીકાના રાજદુત બનાવવાનું નકકી કર્યુ છે. ૬૨ વર્ષીય કેનેથ જસ્ટરનો અમેરિકા અને ભારત વચ્ચેની પરમાણું સંધમાં અતિ મહત્વનો ફાળો રહેલો છે. ભારતમાં અમેરીકાના રાજદુતની છેલ્લા ઘણાં સમયથી જગ્યા ખાલી હતી. ર૦ જાન્યુઆરીએ રીચાર્ડ વર્માએ રાજદુતપદેથી રાજીનામું આપ્યા બાદ ભારતમાં અમેરીકાનો કોઇ રાજદુત નિમાયેલ ન હતો. હદે આ પદે કેનેથ જસ્ટરની નિમણુંક કરાઇ છે.
સેનેટના સદસ્ય માર્ક વોર્નરે કહ્યું કે, કેનેથ જસ્ટર વેપાર, સાયબર સિકયુરીટી, ડીફેન્સ સહીતના મુદ્દાઓ પર ભારત અને અમેરીકાના સંબંધોને વધુ મજબુત બનાવશે અને એક હકારાત્મક વેગ આપશે. કેથેન જસ્ટર બીઝનેશ એકિઝકયુટીવ, સીનીયર લો પાર્ટનર અને સીનીયર સરકારી અધિકારી પદે છેલ્લા ૩પ વર્ષથી અનુભવ ધરાવે છે. જસ્ટર વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૫ સુધી કોમર્શીયલ સેક્રેટરી પદે પણ ચુકયા છે. રાજદુતની સાથે ટુંક સમયમાં ગ્લોબલ એન્ટરપ્રીન્યોરશીપ સમીટ (જીઇએસ)ના હેડ તરીકે પણ જસ્ટરની નિમણુંક થાય તેવી પણ શકયતા રહેલી છે.
આ ગ્લોબલ સમીટ ભારત અને યુએસ દ્વારા હૈદરાબાદમાં આવતા મહિને યોજનાર છે. જેનું ઉદધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે.
કેથેન જસ્ટર ઘણીખરી ડીગ્રીઓ ધરાવે છે. ઉપર જણાવ્યાની સાથે જસ્ટર યુઅસ ઇન્ડિયા હાઇ ટેકનોલોજી કો ઓપરેશન ગ્રુપના ચેરમેન પણ હતા આ ઉપરાંત સેલ્સફોર્સ કોમના એકિઝકયુટીવ વાઇઝ પ્રેસીડેન્ટ અને લોકર્મના સીનીયર પાર્ટનર પણ રહી ચુકયા છે. તેઓએ હારવડ યુનિવસીટીના ચેરમેન પદે પણ ફરજ બજાવેલી છે. કેથેન જસ્ટર ભારત અમેરીકાના સંબંધો વધુ મજબુત બનાવે તેવી બંને દેશોને આશા છે.