વાટલીયા પ્રજાપતિ સમાજને શૈક્ષણીક, આર્થિક, સામાજીક બાબતે પ્રગતિશીલ બનાવવા કટીબધ્ધ
વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ રાજકોટની ગત તા .5 માર્ચ ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં આઠમી કારોબારી સમિતિ બરખાસ્ત થયા બાદ વાટલિયા પ્રજાપતિ સમાજની સર્વાનુમતે સહમતી અને સંસ્થાના બંધારણ મુજબ નવમી કારોબારીની રચના કરવામાં આવેલ છે. સમાજમાં સેવાકીય પ્રવૃતિઓ જોતા કુલ 51 સભ્યો સંસ્થા સાથે જોડાયા છે અને રાજકોટના વાટલિયા પ્રજાપતિ સમાજને શૈક્ષણિક, આર્થિક અને સામાજિક મુદ્દે વધુ પ્રગતિશીલ બનાવવા કટીબદ્ધ થયા છે.
નવમી કારોબારીના પ્રમુખ પદે યોગેશભાઈ નાથાભાઈ ઉનાગરની વરણી કરવામાં આવેલ છે જે વાટલિયા પ્રજાપતિ સમાજના ભામાશા સ્વ.છગનભાઈ ઉનાગરના મોટાભાઈ (ચામુંડા પ્રેસ વાળા) નાથાભાઈ ઉનાગરના સંતાન છે અને સમસ્ત પ્રજાપતિ સમાજમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. ઉનાગર પરિવારે હરહમેશ વાટલિયા પ્રજાપતિ સમાજ માટે ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડેલ છે.
નવમી કારોબારીના ઉપપ્રમુખ પદે ડો.રાહુલભાઈ પી . ગોંડલિયા, મંત્રી પદે જાબાલભાઈ મગનભાઈ કટકિયા અને ખજાનચી પદેર રમેશભાઈ લાલજીભાઈ નારીગરાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે . ઓડીટર – સંજયભાઈ જે . સરવૈયા, સંગઠન મંત્રી – બાલાભાઈ આર . અમેથીયા, આયોજન મંત્રી – નયનભાઈ બી . ધોળકિયા, સહ – મંત્રી – મનસુખભાઈ ઘોઘારીની વરણી કરાઈ આ તકે અબતક સાથેની વાતચીતમાં મંત્રી પદે વરાયેલા જાબાલભાઈ કટકીયાએ જણાવ્યું હતુ કે અમારી નવી કારોબારી આરોગ્ય, શૈક્ષણીક ક્ષેત્ર આર્થિક સામાજીક ક્ષેત્ર વધુ આગળ આવે તે માટે કાર્યરત રહેશે. ત્યારે અબતકની હિતેશભાઈ ગેાડલીયા, યોગેશભાઈ ગોંડલીયા, યોગેશભાઈ ઉનાગર, જાબાલ કટકિયા, રાજેશભાઈ રૂડકીયા, સંજય સરવૈયા, રમેશભાઈ નારીગરા, રાજેશભાઈ ધોળકીયા, કૃણાલભાઈ ગોંડલીયા, એડવોકેટ જગદીશભાઈ નારીગરા, બાલાભાઈ અમેથીયા, અંકીતભાઈ વોરા, સુરેશભાઈ ધંધુકીયા, કમલેશભાઈ માળવી, શાંતીભાઈ ધંધુકીયા, રીન્કેશ રાવલ એ મુલાકાત લીધી હતી.