હત્યા, ફરજમાં રૂકાવટ, ચોરી સહિત પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો
સુરેન્દ્રનગરની ભાગોળે આવેલી નર્મદા કેનાલ પાસેથી ચોરાઉ રિક્ષા સાથે હત્યાના ગુનામાં છૂટેલા શખ્સને ઝડપી લીધો છે. ઓટો રીક્ષા રાજકોટ શહેરના પેડક રોડ પરથી તાજેતરમાં ચોરી કર્યાની કબુલાત આપતા રૂ.1.25 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા વાહન ચોરીના બનાવોને અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા ઈન્ચાર્જ એસ.પી. એચ.પી. દોશીએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઈ. વી.વી. ત્રિવેદી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. ત્યારે ગેટ સ્ટેશન રોડ પર રહેતો અનિલ ઉર્ફે કાળુ રમણ મકવાણા નામના શખ્સ ચોરાઉ રીક્ષા સાથે શંકાસ્પદ હાલતમાં રખડતો હોવાની પીએસઆઈ વી.આર.જાડેજાને મળેલી બાતમીનાા આધારે સ્ટાફે અનિલ ઉર્ફે કાળુ મકવાણાની રીક્ષા સાથે અટકાવી રીક્ષા નંબર પોકેટ એપમાં સર્ચ કરતા રિક્ષા ચોરાઉ હોવાનું ખૂલતાતેની આકરી પૂછપરછ કરતા રાજકોટના પેડક રોડ પરથી ચોરી કર્યાની કબુલાત આપી હતી ઝડપાયેલા શખ્સ સામે હત્યા, ચોરી, ફરજમાં રૂકાવટ સહિત પાંચ ગુનામાં પોલીસ ચોપડેચડી ચૂકયો છે.