ધારાસભ્ય ડો.પાડલીયા સહિતના મહાનુભાવોને શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજી સ્વામી દ્વારા ધર્મમય વાતાવરણમાં કથાનું કરાવાયું રસપાન
મુકતાબેન લાલાણીએ કર્યુ સોનાનું દાન: ભગવાન સ્વામીને સોનાનો હાર તેમજ દિકરીઓને બંગડીઓ સહિતનું દાન કર્યુ
તાલુકાના કોલકી ગામે મુકતાબેન રતિલાલ લાલાણી પરિવાર દ્વારા સ્વ. પુત્ર જીતેન્દ્રકુમાર તેમજ સર્વ પિતૃઓના મોક્ષાર્થે યોજાયેલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ પારાયણનીગઇકાલે પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ ભાગવત સપ્તાહમાં ધારાસભ્ય પાડલીયા સહિતના સમાજ શ્રેષ્ઠીઓ જોડાઇને લાલાણી પરિવારના ઉત્સાહને વધાવ્યો હતો.
કોલકી મુકતાબેન લાલાણી એક સામાન્ય પશ્રિવારમાં વૃઘ્ધા અવસ્થાનું જીવન જીવી રહ્યા છે. સામાન્ય પરિવારના મુકતાબેન વર્ષો પહેલા પતિ તેમજ પુત્ર ગુમાવી દીધા હતા. ત્યારબાદ એક સજજન નારી જેમ તે જાત મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા આખી જીંદગી દરમ્યાન થયેલ બચત મુંડીમાંથી તેમને એક દિવ્ય વિચાર આવ્યો કે આ મુડીને સારા કાર્ય વાપરવી આ વિચારે તેને ભગવાન સ્વામી નારાયણની અસ્મિત કૃપાથી મુકતાબેનને સગા વહાલા તેમજ સમસ્ત કોલકી ગામ તેમજ લાલાણી પરિવારને વાત કરતા મુકતાબેનના દિવ્ય વિચારને વધાવી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું કોલકી ગામે કડવા પટેલ સમાજમાં ભવ્ય આયોજન કરેલ હતા. આ સપ્તાહના વ્યાસપીઠ ઉપર ખીરસરા અને ટીંબડી ગુરુકુલના તેજસ્વી અને જ્ઞાની સ્વામી પ.પૂ. શાસ્ત્રી ધર્મસ્વરુપદાસજી બીરાજ કથાના તમામ પ્રસંગોનું વાતાવરણમાં શ્રોતાઓન રસપાન કરાવેલ હતું.
સતત સાત દિવસ સુધ કથા દરમ્યાન વિવિધ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. કથાના અંતીમ દિવસે આયોજક મુકતાબેન રતિલાલ લાલાણી એ પોતાની જાત મહેનતથી ભેગી કરેલ મરણ મુડી માંથી કથા યોજી વધેલી બચતમાંથી ભગવાન સ્વામીનારાયણને સોનાનો હાર તેમજ તેમની તમામ દિકરીઓને સોનાની બંગડીઓ બહેનોના દિકરાઓને સોનાની વિંટીનું દાન કરી એક વિધવા વૃઘ્ધ મહિલાએ સમાજને નવો રાહ સિંધયા હતો. આવા સેવાકીય કાર્યને બિરદાવવા ખીરસરા ગુરુકુળના શાસ્ત્રી સ્વામી નારાયણ સ્વરુપદાસજી ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઇ પાડલીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, શિક્ષણ સમીતીના ચેરમેન નિકુંલભાઇ ચંદ્રવાડીયા, બ્રહ્મસમાજના પ્રમુખ જીજ્ઞેશભાઇ વ્યાસ સમાજ શ્રેષ્ઠી મનસુખભાઇ ઘોડાસરા, ભરતભાઇ રાણપરીયા, નિતિથભાઇ વ્યાસ, નરેન્દ્રભાઇ લાખાણી, પરેશભાઇ ભાલોડીયા, અતુલભાઇ વાધાણી સીદસર, લક્ષ્મણભાઇ ભાલોડીયા, વિમલભાઇ ભાલોડીયા સહીત લાલાણી પરિવારના સભ્ય કોલકી ગામના ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહી આ જ્ઞાનયજ્ઞમાં જોડાયા હતા.
સમસ્ત ગ્રામજનો દ્વારા મુકતાબેનને સન્માન કરાયું
કોલકી ગામે લાલાણી પરિવાર દ્વારા આયોજીત જ્ઞાનયજ્ઞ પારાયણમાં ગામના વિધવા વૃઘ્ધા મુકતાબેન રતિલાલ લાલાણીએ પોતાની જીવનની તમામ મૂળીનું સોનાનું દાન કરી દેતા સમસ્ત કોલકી ગામ દ્વારા મુકતાબેનનું શાલ ઓઢાડી સન્માન કરેલ હતું.