સારા શ્રોતા, તાદાત્મ્યભાવ સાધવામાં અવ્વલ, નમ્ર, વિશ્વાસ પાત્ર અને આદરણીય વ્યવહાર મુખ્ય લાક્ષણિકતાઓ છે
મહાન લોકોના વ્યકિતત્વની અલગ જ ખાસિયતો હોય છે. તેમના વ્યકિતત્વમાં હકારાત્મક પ્રકાર પુંજ રહેલો હોય છે. વ્યકિતના વિશિષ્ટ ગુણ જ તેમને આદરણીય બનાવે છે. જે અન્યો માટે પ્રેરણાદાયી સાબિત થતા હોય છે. આદરણીય વ્યકિતની ખાસ લાક્ષણિકતાઓ હોય છે. તેઓ સહાનુભૂતિ ધરાવતા, ધીરજ ધરવી અને ખુબ જ શાંત પ્રકૃતિના માલિક હોય છે. તેઓ લોકોનું પહેલી જ નજરમાં મૂલ્યાંકન કરતા નથી. તેઓ એક મત બાંધવામાં અને આખરી નિર્ણય સુધી પહોચવા માટે સમય લે છે. મહાન લોકોની એક બીજી ખાસિયત એ હોય છે કે તેઓ લોકોથી ભરેલા રૂમ પર માત્ર તેમની વાણીથી પ્રભુત્વ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય આદરણીય વ્યકિતની કેટલીક સુક્ષ્મ અને અલગ વિશિષ્ટતાઓ હોય છે. જો તમે પણ ‘સારા’ વ્યકિતત્વ બનવા માંગતા હો તો કેટલાક ગુણો ઘ્યાને રાખો.
(1) સારા શ્રોતા બનો:- આદરણીય લોકો બીજાને કાળજીપૂર્વક સાંભળે છે તેઓ બોલનાર વ્યકિત પર સઁપૂર્ણ ઘ્યાન કેન્દ્રીત કરી સાંભળે છે. તેઓ બીજા લોકો બોલનાર વ્યકિત વિશે શું વિચારે છે તેની પોતે જાણકારી ધરાવતા હોવાની જાણ થવા દેતા નથી અને બોલતા અટકાવવાનો પ્રયાસ કરતા નથી. પોતાના મનમાં ઉઠતા પ્રશ્ર્નોનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યા વિના સામે વાળી વ્યકિતને સાંભળી છે.
(ર) સહાનુભૂતિ ધરાવવી:-આદરણીય વ્યકિતમાં તાદાત્મ્ય સાધવાનો ગુણ મોખરે હોય છે. તેઓ પોતાની જાતને સામીવાળી વ્યકિતની જગ્યાએ સ્થાપિત કરી તેની નજરે જુએ છે. તેઓ ઝડપથી કોઇપણ વ્યકિત વિશે ધારણા બાંધતા નથી અને વ્યકિતની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરે છે. અથવા તો સમજે છે. તેઓ દયાળુ પ્રકૃતિના હોય છે. તેઓ બીજા પ્રત્યે કૃપા ભાવ અને સમજણ દાખવતા હોય છે. તેનો આ ગુણ તેમને બીજાની સરખામણીએ વધુ આદરણીય બનાવે છે.
(3) નમ્રતા:- આદરણીય બનવા માટે નમ્ર હોવું ખુબ જ જરુરી છે. મહાન લોકોમાં આ ગુણ ખાસ જોવા મળે છે. તેઓ નમ્ર અને ડાઉન ટુ અર્થ હોય છે. તેઓ બીજા કરવા ચડિયાતા હોવાની ધારણા રાખતા નથી. તેનાથી વિપરીત બીજા પાસેથી કંઇક નવું શીખવાની તાલાવેલી ધરાવતા હોય છે. તેઓ પોતાની મર્યાદાથી વાકેફ હોય છે. તેથી કયારેય કોઇની મદદની જરુર હોય તો કહેતા અચકાતા નથી. તેમજ પોતાને માહીતી ન હોવાની વાતને સરળતાથી સ્વીકારી લેતા હોય છે.
(4) વિશ્ર્વાસ પાત્ર બનવું:- કોઇનું વિશ્ર્વાસ પાત્ર બનવું એ મુખ્ય વિશેષતા હોય છે. આદરણીય લોકોના આ ગુણને લીધે સામેવાળી વ્યકિત તેમના પર વિશ્ર્વાસ મૂકી ખુલ્લી કિતાબ બની જતા હોય છે. વ્યકિત તેને છોડી દેશે તેવા ભયથી મુકત રહે છે. આ પ્રકારના લોકો ખુબ જ ભરોસાપાત્ર હોય છે. તેઓ આપેલા વચનો પાળે છે. તેઓ જે બોલે છે તેને હકીકતમાં કરી બનાવવા કટિબઘ્ધ રહે છે. તેઓ બીજાને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે.
(પ) આદર ભાવવાળો વ્યવહાર રાખવો:-આદરણીય લોકોની વર્તણુંકમાં આદરભાવ હોય છે. તેઓ સામેવાળી વ્યકિત સાથે અસહમત હોય છતાં વિનય- વિવેકથી વર્તન કરે છે. તેઓ કડવી અને આકરી વાણીનો ઉપયોગ કરવાનું ટાળે છે. મતભેદ ધરાવતા વ્યકિત સાથે વચ્ચેનો રસ્તો શોધવાનું પસંદ કરી તાદાત્મ્ય સાધવાનો પ્રયાસ કરે છે. તેઓ વિશ્ર્લેષણાત્મક શૈલીમાં સમસ્યાનું સમાધાન શોધવાનો ભરપુર પ્રયાસ કરે છે.
વ્યકિતમાં રહેલા કેટલાક ‘સારા’ ગુણો તેને અન્ય વ્યકિત કરતા વિશિષ્ટ, ખાસ, મહાન અને આદરણીય બનાવે છે. વ્યકિતને તેનો સ્વભાવ, લાક્ષણીકર્તાઓ અને ખાસિયતો ‘આદરણિય’ બનાવતી હોય છે.