મન હોઈ તો માળવે જવાય
વડોદરાની ખાનગી કેન્સર હોસ્પિટલ ખાતે વિશ્ર્વનું મોટું સોલાર કોન્ટ્રેટર રખાયું
કહેવાય છે મન હોય તો માળવે જવાય.. વડોદરા ખાતે આવેલા મુનિસેવા આશ્રમ દ્વારા સંચાલિત કૈલાશ કેન્સર હોસ્પિટલમાં વિશ્વનું સૌથી મોટું સોલાર કોન્સન્ટ્રેટર ઊભું કરવામાં આવ્યું છે આ વ્યવસ્થા ઊભી કરવાની સાથે જ હજારોની રસોઈ 1 હજાર એર કન્ડિશન સહિતની હોસ્પિટલ વ્યવસ્થા હવે સરળતાથી આગળ વધશે. સૌર ઉર્જા ની છત્રી અનેકવિધ રીતે ઉપયોગી નીવડ છે કારણકે આ છત્રી માંથી ઉદભવિત થતી વરાળ 2000 લોકો માટે દરરોજનો ખોરાક લોન્ડ્રી સેવાઓ તથા જીવાણુ નાશનની કામગીરી વિચારું રૂપથી કરશે એટલું જ નહીં 1000 ટન એસી પણ આ સૌર ઊર્જાના ઉપયોગથી ચાલતા રહેશે જેના કારણે જે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે તેમાં પણ ઘટાડો થઈ શકે.
આ ફેસિલિટી પદ્મશ્રી ડોક્ટર જનક પલટા દ્વારા શરૂ કરવામાં આવી હતી અને સનરાઈઝ સીએસપી દ્વારા આનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના તજજ્ઞોએ જણાવ્યું હતું કે આ ટેકનોલોજીના ઉપયોગથી થર્મો કેમિસ્ટ્રી અને મટીરીયલ પ્રોસેસની સેવાઓ ખૂબ સરળ બનશે. મુની સેવા આશ્રમ 1984 થી શોર ઉર્જા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને તેમની આ કામગીરીને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા પણ બિરદાવવામાં આવ્યું હતું. સામાન્ય સોર ઉર્જા ની પેનલ 20 ટકા સૂર્યની કિરણોને સંગ્રહિત કરે છે જ્યારે સોલાર કોન્સન્ટ્રેટર ટેકનોલોજી એટલે કે શોર ઉર્જા માટેની છત્રી 90 ટકા શોર્ય કિરણોને સંગ્રહિત કરે છે અને તેનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે અને તેનો ફાયદો જે તે સંસ્થાને પણ થાય છે.
વડોદરા ખાતે આવેલી કૈલાશ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર છે અને તેનું સંચાલન મુનિ સેવા આશ્રમ ગોરજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સોલાર કોન્સનટ્રેટર લાગતા જ હોસ્પિટલને અનવક વિધ ખર્ચા માંથી મુક્તિ મળી રહેશે. અને લોકોને ઘણો ખરો ફાયદો પકન મળશે.