જૈનમ્… જયતિ… શાસનમ્…
વિન્ટેજ કાર, બાઇક, કળશધારી બાળાઓ અને વિવિધ વેશભૂષામાં ભૂલકાઓ પણ જોડાયા
ધર્મયાત્રાના રૂટ ઉપર આકર્ષણ રંગોળી, નાસિક ઢોલની સાથે મ્યુઝીકલ બેન્ડ મધુર સુરાવલી સાથે પ્રભુએ કરી નગરચર્યા
18 આલમ અને સામાજીક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ દ્વારા ધર્મયાત્રાનું સ્વાગત કરાયું
જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગન ભેદી નાદ સાથે સવારે 8.00 કલાકે રથયાત્રા સવારે 8.00 કલાકે મણીયાર દેરાસરજીથી પ્રારંભ, સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ફુલછાબ ચોક, અકિલા પ્રેસ, મોટી ટાંકી ચોક, લિમડા ચોક, જવાહર રોડ, ત્રિકોણ બાગ, બાપુનાં બાવલા, ભુપેન્દ્ર રોડ, મુળવંતભાઈ દોમડીયા ચોક, ડુંગરસિંહજી મ.સા. ચોક, શ્રી વિરાણી પૌષધશાળા ખાતે સમાપન-ધર્મસભા પરિવર્તીત થશે.
ધર્મયાત્રામાં રાજકોટમાં બિરાજમાન પૂજ્નીય સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં 24 આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતાં. આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે.
ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર-બાઈક-સાઈકલ સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, નાસિક ઢોલની સાથે સાથે મ્યુઝીકલ બેન્ડ સુરાવલી રેલાવતા તેમજ રાષ્ટ્રભાવના ઉજાગર કરતા જૈન શાસનને વરેલા 108 બાળકો સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળી ધર્મસભા બાદ પ્રભાવના માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ વોરા તથા શ્રીમતિ માલાબેન રાજેશભાઈ પારેખ દ્વારા લાભ લીધેલ છે. માતુશ્રી ઈન્દીરાબેન અનંતરાય કામદાર પરિવારે અનુકંપા રથનાં લાભાર્થિ તરીકે લાભ લીધેલ છે.
ફલોટસ બનાવનાર તમામને રૂા.11000 ની અનુમોદના આપવામાં આવી હતી. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઇનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને રૂા. 5000, બીજા નંબરને રૂા. 4000, ત્રિજા નંબરને રૂા. 3000, ચોથા નંબરને રૂા. 2000, પાંચમા નંબરને રૂા. 1000નો રોકડ પૂરસ્કાર આપવામાં આવ્યા હતાં. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવી હતી. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવ્યા હતા.
ધર્મયાત્રાનાં રૂટ ઉપર વિવિધ સ્થળો ઉપર આકર્ષક અને નયનરમ્ય રંગોળી પણ કરવામાં આવનાર છે, ધર્મયાત્રાનાં રૂટ ઉપર શાસ્ત્રી મેદાન સામે ધ ઈમ્પીરીયા ખાતે જૈન સમાજનાં 250 થી પણ વધુ બાળકો વેશભુષા સાથે જોવા મળ્યા હતા. આ વેશભુષામાં જોડાનાર દરેક બાળકને દાતાઓ તરફથી આકર્ષક ગીફટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત વેશભુષા સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ધર્મસભામાં ઈનામો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
ધર્મયાત્રાનાં રૂટ ઉપર ફેડરેલ બેંકની બાજુમાં,રાજેશ્રી સિનેમા સામે, ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે મનમોહક વિરનું પારણું ઝુલાવવાનો સુવર્ણ અવસર ભક્તોને મળ્યો હતો.
ધર્મસભાનાં રૂટ ઉપર જૈન જૈનેતરો માટે ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, આ રંગોળી સ્પર્ધાનાં પ્રથમ પાંચ વિજેતાઓને અનુક્રમે 1500, 1100, 750, 500 અને 250 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ધર્મયાત્રાનાં રૂટ ઉપર નવકારનાં નવ પદનાં નવ આકર્ષક સુશોભન સાથેના સ્વાગત સ્ટેજ ઉભા કરાયા હતા. જેમાં સૌ પ્રથમ સરકીટ હાઉસ ખાતે રોટરી કલબ ઓફ રાજકોટ, અકિલા પ્રેસ નજીક રાજકોટ બિલ્ડર એસોસીએશન પરિવાર, ઈગલ ટ્રાવેલ્સ સામે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, મોટી ટાંકી ચોક ખાતે સૌરાષ્ટ્ર કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન અને કેમીસ્ટ એસોસીએશન રાજકોટ તેમજ શાસ્ત્રી મેદાન સામે તોરલ બિલ્ડીંગ પાસે ઈકોનો બ્રોકીંગ પરિવાર, ત્રિકોણ બાગ બાપુના બાવલા પાસે એક સાધર્મિક પરિવાર અને મુળવંતભાઈ દોમડીયા ચોક – બાલાજી મંદીર સામે લેવલ 6 પરિવાર દ્વારા ધર્મયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધર્મયાત્રાનું વિશેષ આકર્ષણમાં પ્રહલાદ પ્લોટ યુવક મંડળ અને શ્રમજીવી દેરાસરનું ઉપાસના યુવક મંડળનાં 50 થી વધુ ભાઈઓ પુજાની જોડ પહેરીને ભગવાનશ્રી મહાવીર સ્વામીનો રથ દોરાવ્યું હતુ. મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનાં ભાગરૂપે રાજકોટ શહેરનાં શ્રી મહાવીર સ્વામી (એસ્ટ્રોન ચોક) માં આકર્ષક રંગબેરંગી લાઈટીંગ અને જૈન શાસનનાં ધ્વજથી શણગારીને એક આકર્ષણ ઉભુ કરવામાં આવ્યું છે.
ધર્મયાત્રાનાં રૂટ ઉપર સર્કિટ હાઉસ પાસે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર દ્વારા, ફુલછાબ પ્રેસ દ્વારા ફુલછાબ ચોકમાં, વર્ધમાન યુવક મંડળ દ્વારા મોટી ટાંકી ચોકમાં, સદર સ્થા. જૈન સંઘ દ્વારા એવરગ્રાન્ડ હોટલ પાસે, પંચનાથ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લીમડા ચોકમાં, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા દિગંબર મંદિર પાસે અને સુખડીયા પરિવાર દ્વારા ત્રિકોણ બાગ ખાતે, જેએસજી એલીટ દ્વાર બાપુનાં બાવલા પાસે, શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ મંડળ દ્વારા સ્વ.મુળવંતભાઈ દોમડીયા ચોક ખાતે પાણી તેમજ સરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
શ્રી વિરાણી પૌષધશાળા ખાતે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ-સાધ્વજીઓની પાવનનિશ્રામાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાઘ્વીઓ આશિર્વચન ફરમાવ્યા હતા. શ્રી મહાવીર જયંતિનાં દિવસે રાજકોટનાં જે દેરાસરોમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી બિરાજમાન હોય ત્યાં આંગીનો લાભ જૈનમ્ ગ્રુપ દ્વારા લેવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક) ઉપરાંત ભાગ્યવંતાબાઈ મહાસતીજી ચોક (સવેશ્ર્વર ચોક-યાજ્ઞિક રોડ), ડુંગરસિંહજી મહારાજ સાહેબ ચોક (પેલેસ રોડ), તપસ્વી રતિલાલજી મહારાજ સાહેબ (બીગબજાર ચોક), ઈન્દુબાઈ મહાસતીજી ચોક (કોટેચા ચોક), પૂ.જશરાજજી મહારાજ સાહેબ ચોક (કરણપરા ચોક), પૂ.જનકમુનિ મહારાજ ચોક (ક્રિસ્ટલ મોલ ચોક) અને મુળવંતભાઈ દોમડીયા (રાજેશ્રી ચોક) ખાતે વિશાળ બેનર સાથે સમસ્ત જૈન સમાજને જૈન શ્રેષ્ઠીઓ દ્વારા અપીલ કરતા બેનરો લગાડવામાં આવ્યા હતા.
શ્રી વિરાણી પૌષધશાળા ખાતે યોજાનાર ધર્મસભા બાદ ધર્મયાત્રા અને ધર્મસભામાં જોડાનાર શ્રાવક-શ્રાવિકાઓ માટે શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુપેન્દ્ર રોડ, રાજકોટ ખાતે ભવ્ય ગૌતમ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ગૌતમ પ્રસાદનાં પાસ સંઘપુજન કરી ધર્મયાત્રામાં આપવામાં આવ્યા હતાં.
સમગ્ર આયોજનમાં રાજકોટના તમામ જૈન સોશ્યલ ગુ્રપસ જેમ કે મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સંગીની મીડટાઉન, ડાઉન ટાઉન, એલીટ, જૈન જાગૃતિ સેન્ટર-મેઇન, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા ગ્રુપ જુનિયર, અર્હમ સેવા યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ તેમજ પ્રભાવનાની વ્યવસ્થામાં સરદારનગર યુવક મંડળ જોડાયા હતા.
હર્ષોલ્લાસ સાથે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવી: ડો.દર્શિતાબેન શાહ
ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહએ જણાવ્યું કે, ભગવાન મહાવીર સ્વામીના જન્મ જયંતીનો સમગ્ર જયનો માં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાન મહાવીર સ્વામી જેમણે અહિંસા પરમો ધર્મ જીવ દયા સત્ય અહિંસાના સંદેશા આપ્યા છે તારા ઘર ઘર સુધી તેમના સંદેશાને પહોંચાડવાના છે જેનોમાં ખૂબ ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે રંગે ચંગે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જુદાજુદા સ્થળો પર શોભાયાત્રાનું સ્વાગત કરવા માટેના આયોજનો અઢારે આલમ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યા છે.
ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવનો અનેરો ઉત્સાહ: પંકજભાઈ કોઠારી
મણીયાર દેરાસરના પ્રમુખ પંકજભાઈ કોઠારીએ જણાવ્યું કે,ભગવાન મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવનો અનેરો ઉત્સાહ સમગ્ર જૈન સમાજમાં જોવા મળી રહ્યો છે. પ્રેમ અહિંસા અને સત્યના સંદેશા ઉપર અમે આગળ વધી રહ્યા છીએ. શોભાયાત્રામાં અનેક પ્લોટ્સ પણ રાખવામાં આવ્યા છે જેમાં ભગવાન મહાવીર સ્વામીના જીવન ચરિત્રને દર્શાવવામાં આવ્યું છે. સાથો સાથ ઘર ઘર સુધી ભગવાન મહાવીર સ્વામીનો સંદેશો પહોંચાડવાનો પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
શોભાયાત્રા પહેલા 100 જેટલા પક્ષીઓ ઉડાડીને જીવદયાનો સંદેશો અપાયો: જીતુભાઈ ચાવાળા
માંડવી ચોક દેરાસરના પ્રમુખ જીતુભાઈ ચાવાળાએ જણાવ્યું કે, ભગવાન મહાવીર સ્વામીના 2621મી જન્મોત્સવની ઉજવણી માં સમગ્ર જૈન જૈને તરોમાં હરખની હેલી ઉમટી છે. તારીખ 3 થી 4 સુધી જૈનોની એકતાનું ખૂબ મોટું પ્રદર્શન જોવા મળશે. ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવમાં હર્ષોઉલ્લાસ સાથે શોભાયાત્રા નીકાળવામાં આવી છે. જીવ દયા નો સંદેશો આપનારા પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવા શોભાયાત્રા શરૂ કરવા પહેલા 100 પક્ષીઓને ઉડાવી જીવ દયાનો મોટો સંદેશો સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો છે.
પરંપરાગત ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નિકળી: હરેશભાઈ વોરા
સ્થાનકવાસી જૈન સંઘ ઉપાશ્રયના પ્રમુખ હરેશભાઈ વોરાએ જણાવ્યું કે, દર વર્ષે જૈનમ દ્વારા પરંપરાગત રીતે મહાવીર સ્વામી જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સમસ્ત જૈન સમાજ સાથોસાથ અઢારે આલમ અને રાજકોટની દરેક જનતા આજે આ શોભાયાત્રામાં જોડાય છે. મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના માહોલમાં નાના બાળકોથી માંડી મોટેરાઓ સુધી મહાવીરના રંગમાં રંગાયા છે સમગ્ર રાજકોટ જાણે મહાવીરમય બન્યું છે. ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ સત્ય અહિંસા અને અપરિગ્રહને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. લોકોએ જીવનમાં શાંતિ મેળવવી હોય તો આ સંદેશો સ્વીકારવો જરૂરી.
દરેક સમાજ માટે જૈન સમાજ પ્રેરણારૂપ: રમેશભાઈ ટીલાળા
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામી જન્મ જયંતી નિમિત્તે રાજકોટનો જૈન સમાજ બોડી સંખ્યામાં આજે એકત્રિત થયો છે. અન્ય સમાજ પણ આજા શોભાયાત્રા નું સ્વાગત કરવા માટે થનગની રહ્યું છે ઉત્સાહભેર રાજકોટના રાજમાર્ગો પર જુદા જુદા સ્થળો પર શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અન્ય સમાજ માટે જૈન સમાજ પ્રેરણા રૂપ છે જૈન સમાજમાં જીવ દયા અહિંસા પરમો ધર્મ જેવા સંદેશા ભગવાન મહાવીર સ્વામીએ આપ્યા છે.ત્યારે સમગ્ર જૈન સમાજ તેના પર ચાલી રહ્યું છે. સાથોસાથ જૈન સમાજ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતું રહે છે.