માનસિક અસ્થિર યુવકને ત્રણ દિવસથી દવા અને ભોજન ન મળતા 93 વર્ષના વયોવૃધ્ધ માતાને છરીના ઘા ઝીંકી દીધા બાદ પોતાના શરીરે છરીના છરકા કરી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

મૃતક પિતાનું પેન્શન સમયસર ન આવતા આઠ બહેનોએ માતા અને ભાઇ ગુમાવ્યા

રાજકોટના ઘનશ્યામનગરમાં બીમાર માતાની સારવાર માટે અસમર્થ પુત્રએ માતાને ઝેરી દવા પીવાડાવી હત્યા કરી પોતે પણ આપઘાત કરી લીધાની બનેલી ઘટના જેવી જ કરુણ અને અરેરાટી ભરી ઘટના તાલાલા તાલુકાના માધુપુર ગામે બની છે. છેલ્લા દસ વર્ષથી માનસિક અસ્થિર પુત્રએ પોતાની 93 વર્ષની વયોવૃધ્ધ માતાને છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે. પિતાનું પેન્સન સમયસર ન મળતા ત્રણ દિવસથી દવા અને ભોજન ન મળતા માનસિક સંતુલન ગુમાવી પુત્રએ પોતાની જનેતાને મોતને ઘાટ ઉતારી પોતે જીવન ટૂંકાવ્યાની બહાર આવતા અરેરાટી સાથે કરુણાંતિકા સર્જાય છે.

મળતી માહિતી મુજબ તાલાળા તાલુકાના માધુપુર ગીર ગામે રહેતા રામજી મંદિર પાસે રહેતા વૃધ્ધા વિજયાબેન કિશોરભાઈ નિમાવત ઉ.વ.93 ની તેમના માનસિક અસ્થિર પુત્ર હિંમત ઉર્ફે ઉકો (ઉ.વ.40) એ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ પોલીસ સ્ટાફને થતા તેઓ ઘટના સ્થળે દોડી જઇ તેના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.જ્યારે આ મામલે મૃતક વિજયાબેન ના પુત્રી મીનાક્ષીબેન કમલેશભાઈ ટીલાવતે તાલાલા પોલીસ સ્ટેશનમાં તેના મૃતક ભાઈ હિંમત સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે,તેઓ આઠ બહેનો તથા એક ભાઇ હીમતભાઇ ઉર્ફે ઉકો એમ કુલ-9 ભાડરડા હતા તેમના પિતા કીશોરભા નીમાવત જેનું થોડા સમય પહેલા થાય ગયું હતું.

અને તેઓ અગાઉ શીક્ષકમાંથી નિવ્રુત થયેલ હોય જેથી તેમનું પેન્શન મારા બા વિજયાબેનને આવતુ હતુ અને માધુપુર ગામે મારી બા વિજયાબેન તથા મારો ભાઇ હીમત ઉર્ફે ઉકો એમ બન્ને પેન્શનમાથી જીવન નિર્વાહ કરતા હતા મારા ભાઇ હીમત ઉર્ફે ઉકાના લગ્ન સંગીતાની સાથે થયેલ હતા અને તેને સંતાનમાં એક દિકરો તીર્થ ઉ.વ.12 નો છે અને મારા ભાઇ હીમતને મગજની બીમારી દસક વર્ષથી છે અને જેની જૂનાગઢ ખાતે દવા ચાલુ હતી અને તેને ઉનાળાની તથા ગરમીની સીજનમાં અથવા તો તેની દવા પુરી થઇ જાય તો તેનું મગજ બરાબર ચાલતું નથી અને તે વારંવાર ક્રોધમાં આવી છે તો ગત.તા2/04 ના તેના ભાઈ હિંમત નો મીનાક્ષી બેન ને ફોન કર્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે પેન્શન સમયસર આવ્યું ન હોવાથી મેં અને માતાએ છેલ્લા ત્રણ દિવસથી જમ્યો નથી અને મારી દવા પણ આવી નથી જેથી મીનાક્ષી બેને તેમને પાડોશમાં જમી લેવાનું કહ્યું હતું અને પોતે કાલે આવી તેમને તેડી જશે તેવું જણાવ્યું હતું.

જેથી મીનાક્ષી બે ને બીજા દિવસે તેના ભાઈ હિંમત ને ફોન કર્યો હતો પરંતુ એમાં તે ફોન ન ઉપાડતા તેમને પાડોશમાં રહેતા ઉજીબેન્ને ફોન કરી તેમના ભાઈનું ઘર તપાસવા માટે જણાવ્યું હતું પરંતુ ત્યારે કોઈ દરવાજે આવ્યું ન હતું. જેથી બીજા દિવસે મીનાક્ષીબેન માધુપુર ખાતે આવી તેમના ભાઈ હિંમત નું ઘર તપાસ તેની અંદર તેના માતા લોહી લુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા અને બીજા રૂમમાં તેમનો ભાઈ હિંમત ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેવા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે હિંમત એ ક્રોધમાં આવી તેની માતાને છરીના ઘા ઝીંકી પોતે આપઘાત કરી લેતા પોલીસે હિંમત વિરૂદ્ધ હત્યાના ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.