દિલ્લીમાં આયોજિત વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2017ના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા હતા અને ફૂડ ફેસ્ટને ઉદ્ધાટિત પણ કર્યો હતો. અને તેમણે જણાવ્યુ હતું કે ખીચડી આ દેશમાં સૌથી પસંદગીનું અને પૌષ્ટિક ભોજન છે.
તેમણે જણાવ્યુ હતું કે શું આપણે બારતીય ખેડૂતોને ગ્લોબલ માર્કેટ સાથે જોડી શકીશું? આવા ઘણા પ્રશ્નોના ઉત્તર મળવા હજી બાકી છે. જોકે મને આશા છેકે વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના કારણે આ ઉકેલ મેળવવામાં મદદ મળશે. અને ભારત ફૂડ સેક્ટરમાં ગ્લોબલ સરળતાથી બની શકશે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં સિક્કીમ એવું પ્રથમ રાજ્ય છે જે સંપૂર્ણપણે ઓર્ગેનિક સ્ટેટ બન્યું છે. બ્લૂ રિવોલ્યૂશન દ્વારા આપણે ઓસન આધારિત ફૂડ સેક્ટરના વિકાસ પર પણ ધ્યાન આપવાનો પ્રયત્ નકરવો જોઈએ.
આ કાર્યક્રમમાં વૈશ્વિક રોકાણકારો સહિત મુખ્ય ફૂડ કંપનીઓના પ્રમુખો પણ સામેલ થયા છે. ત્રણ દિવસ માટે વલ્ડ ફૂડ ઈન્ડિયા કાર્યક્રમનું આયોજન થયુ છે. પહેલી વખત ભારતમાં ખાદ્ય પ્રસંસ્કરણના ક્ષેત્રમાં આ પ્રકારનુ આયોજન થયું છે. ભારતને ખાદ્ય પ્રસંસ્કરણના ક્ષેત્રમાં 10 અરબ ડૉલરના રોકાણની આશા છે. આ કાર્યક્રમનુ લક્ષ્ય ખાદ્ય અર્થ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો છે.