રાજસ્થાને હૈદરાબાદને 72 રને મ્હાત આપી: 204 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સંનરાઈઝર્સ માત્ર 131 રન જ બનવી શકી
આઇપીએલ 2023ની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 72 રનથી હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 203 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ માત્ર 131 રન જ બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી.બટલર-જયસ્વાલ અને કપ્તાન સેમસનની આક્રમક અર્ધસદી અને બાદમાં સ્પિનર યજુર્વેન્દ્ર ચહલની ચતુર બોલિંગના પગલે 4 વિકેટની મદદથી રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 72 રને શાનદાર વિજય થયો હતો.
હૈદરાબાદે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. જેનો ભરપૂર લાભ રાજસ્થાનને મળ્યો હતો અને બટલર-જયસ્વાલ અને કપ્તાન સેમસનની અર્ધસદીથી 203 રન ખડક્યા હતા. રાજસ્થાન રોયલ્સની ટીમે તોફાની બેટિંગથી બનાવેલા 203 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમને ન્યૂઝીલેન્ડના શાનદાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરમાં જ ચોંકાવી દીધી હતી. પહેલી જ ઓવરના ત્રીજા બોલ પર તેણે અભિષેક શર્માને ક્લીન બોલ્ડ કર્યો અને પછી 5માં બોલ પર રાહુલ ત્રિપાઠીને સ્લિપમાં જેસન હોલ્ડરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
આ રીતે પહેલી જ ઓવરમાં બે ઝટકા હૈદરાબાદને લાગી ગયા હતા. ત્યાર પછી સ્પિનર પછી યુઝવેન્દ્ર ચહલે આવીને એક પછી એક ચાર વિકેટ ઝડપીને વિરોધી ટીમનો સંપૂર્ણ રીતે દમ તોડી દીધો હતો. તેણે 4 ઓવરમાં 17 રન આપીને આ ચાર સફળતાઓ હાંસલ કરી હતી. અને તેની ફીરકી કામ કરી ગઈ હતી. ટી 20 માં 300 વિકેટ લેનાર યજવેન્દ્ર ચહેલ પ્રથમ ભારતીય બોલર બન્યો.