10 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન ‘કોપ ઇન્ડિયા’ હવાઈ કવાયત હાથ ધરાશે: જાપાન નિરીક્ષક તરીકે હાજર રહેશે
સરહદ ક્ષેત્રે સુરક્ષા મજબૂત કરવા માટે ભારત સચ થયું છે ત્યારે એલએસી પાસે હવાઈ કવાયત હાથ ધરવા અમેરિકાએ ભારત સાથે હાથ મિલાવ્યો છે આ હવાઈ કવાયત ભારત અને અમેરિકા વચ્ચે થયેલા દ્વિપક્ષીઓ કરાર અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. કોક ઇન્ડિયા નામની યુદ્ધ કવાયત એપ્રિલ 10 થી શરૂ થશે જે 21 એપ્રિલ સુધી યોજાશે અને આ યુદ્ધ કવાયતમાં જાપાન નિરીક્ષક તરીકે હાજર રહેશે.
ભારત અમેરિકા વચ્ચેની આ સંયુક્ત હવાઈ કવાયત કલાઈકુંડા, પાંગરઢ, આગ્ર અને હિંડન એર બેઝથી કરવામાં આવશે. આ હવાઈ યુદ્ધ કવાયતમાં ભારત રાફેલ, સુખોઈ અને તેજસ ફાઈટર જેટનો ઉપયોગ કરશે. ત્યારે અમેરિકા ભ17 ગ્લોબ માસ્ટર અને આઈએલ-78 મિડ રીફયુલરની સાથે એફ 15 સ્ટ્રાઈક ઇગલ જેટનો ઉપયોગ કરશે. આ હવાઈ કવાયત ભારત અને અમેરિકાના સંરક્ષણ ક્ષેત્રે જે સંબંધો બંધાશે તે બંને દેશો માટે અત્યંત ઉપયોગી નીવડશે. ભારત અને અમેરિકા સંયુક્ત રીતે યુદ્ધ કવાયત હાથ ધરતું રહે છે અને યુદ્ધ અભ્યાસ અંતર્ગત ભારત નૌકાદળ માં પણ આ કવાયત હાથ ધરી છે.
સરકાર ભારતની દરેક સરહદોને સુસજ કરવા માટે કાર્ય હાથ ધરી રહ્યું છે અને પરિણામે ભારત અને અમેરિકા વચ્ચે પણ આ દ્વિપક્ષીય કરારો હવાઈ કવાયત માટે અત્યંત ઉપયોગી નીવડશે કારણકે ભારત પણ હવે અધ્યતન ટેકનોલોજીથી સુસજ થયેલા વિમાનોનું ઉપયોગ કરી રહ્યું છે. યુદ્ધ કવાયત હાથ ધરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ભારત એ પણ સતત નિરીક્ષણ કરે છે કે અન્ય દેશો પાસે કયા પ્રકારની ટેકનોલોજી જોવા મળે છે જેનો તે યોગ્ય રીતે ઉપયોગ કરી શકે અને દેશની સરહદોને સુરક્ષિત બનાવી શકે હાલ જે જગ્યાએ ભારત અને અમેરિકા વચ્ચે યુદ્ધ કવાયત હાથ ધરાશે તે મ્યાનમાર અને બર્માની બોર્ડર છે.