ધો.1 માં 6 વર્ષ પૂર્ણ થયે જ અપાશે પ્રવેશ: પ્રિ-સ્કુલ કે બાળવાટિકામાં 3 થી 4, 4 થી પ અને પ થી 6 વર્ષના બાળકોને પ્રારંભિકે બાળ શિક્ષા અભ્યાસક્રમમાં જોડાશે
ધો.5 સુધી ફરજીયાત ગુજરાતી માઘ્યમ અને ધો. 6 થી દ્વિ ભાષી અભ્યાસક્રમ ફેકલ્ટીની જોગવાઇની અમલવારી રહેશે: સંગીત, ચિત્ર, રમત-ગમતને પણ અભ્યાસક્રમ સાથે આવરી લેવાશે: સ્કિલ બેઝ એજયુકેશન સાથે છાત્રોને વ્યવસાય લક્ષી અભ્યાસ પણ શિક્ષણમાં જ આવરી લેવાશે.
બાળકોને પાયાના શિક્ષણથી જ શ્રવણ – કથન સાથે વાંચન – ગણન અને લેખન કૌશલ્પ પર વિશેષ ભાર મુકાશે: અમલવારી માટે શિક્ષકોને તાલિમ બઘ્ધ કરાશે: નવુ માળખું 5+3+3+4 રહેશે એટલે કે પ્રારંભિક પ્રિસ્કુલ અને ધો. 1-ર ના પાંચ વર્ષ બાદ ધો. 3, 4,5 અને પછી 6,7,8 રહેશે.
શિક્ષણ અને આરોગ્યની શ્રેષ્ઠ વ્યવસ્થા થકી જ કોઇપણ રાષ્ટ્રનો વિકાસ શ્રેષ્ઠ થઇ શકે છે. દુનિયાના આગળ પડતા તમામ દેશોમાં આ બે મહત્વના ક્ષેત્રોમાં તેમણે સારી સિઘ્ધી મેળવેલી જોવા મળે છે. આપણા દેશનાં બંધારણમાં પણ 6 થી 14 વર્ષના તમામ બાળકો માટે મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઇ ત્યારે હજી પણ ઘણા મા-બાપો તેના સંતાનોને શાળાએ જ મોકલતા નથી, બાળ મજુરી અને આર્થિક ઉપાર્જનમાં બાળકોને જોડવાથી તેઓ શિક્ષણથી વંચિત રહે છે. સરકારની સામે આજે ખાનગી શિક્ષણની બોલબાલા જોવા મળતાં દેશમાં વ્યવસાયિક ધોરણે પ્રાઇવેટ શાળા-કોલેજોનો રાફડો ફાટી ગયો છે. સરકારે જ માન્યતા આપેલી આવી શાળા-કોલેજો માટે ફિનિયમન ધારો અમલ હોવા છતાં આપણે જાણીએ છીએ કે તેઓ વરસની પાંચ આંકડામાં ફિ વસુલે છે.
1986 બાદ શિક્ષણ નીતિમાં બદલાવ લાવીને 2020 માં શિક્ષણની પઘ્ધતિ જાહેર કરીને તેનો અમલ હવે ધીમે ધીમે શરુ થવા જઇ રહ્યો છે ત્યારે ખાનગી જુન-2023ના નવા શૈક્ષણિક સત્રથી શિક્ષણમાં ઘણા બદલાવ આવી રહ્યા છે. નવા પુસ્તકો સાથે નવી સિસ્ટમની અમલવારી લાગુ પડશે. સ્કિલબેઝ એજયુકેશન પર ભાર સાથે પ્રારંભિક બાળ શિક્ષા અભ્યાસ ક્રમ પર વધુ ભાર મુકાશે. દેશના તમામ છાત્રોને 2027 સુધીમાં વાંચન, ગણન, લેખનની ક્ષમતામાં નિપુણ કરવાનો લક્ષ્યાંક છે તો પ્રવેશ પાત્ર તમામ બાળકોનું 100 ટકા નામાંકન સાથે તેમને ગુણવત્તામ ભર શિક્ષણ મળે તેવો મુખ્ય હેતુ છે. નવી શિક્ષણ નીતિમાં પ્રારંભિક બાળ શિક્ષાના મહત્વને તેવો મુખ્ય હેતુ છે. નવી શિક્ષણ નીતિમાં પ્રારંભિક બાળ શિક્ષાના મહત્વને તેવો મુખ્ય હેતુ છે. નવીશિક્ષણ નીતિમાં પ્રારંભિક બાળ શિક્ષાના મહત્વને કારણે પ્રિ-સ્કુલ કે બાળ વાટીકા હવે સરકારી દાયરામાં આવરી લેવાશે.
ધો. 1 માં હવે 6 વર્ષ પૂર્ણ થયેથી જ પ્રવેશ આપવાની કડક અમલવારી કરવામાં આવશે. 3 થી 4, 4 થી પ અને પ થી 6 આ ત્રણ વર્ષ પ્રિ-સ્કુલ કે બાળવાટીકા 1-2-3 કહેવાશે. પ્રાથમિક શિક્ષણ હવે ફરજીયાત ગુજરાતી ભાષા કે માતૃભાષામાં અપાશે.
ધો. પ સુધી ફરજીયાત ગુજરાતી માતૃભાષામાં શિક્ષણ અપાશે તેનો અર્થ હવે પ્રાથમિક શાળા હવે ગુજરાતી માઘ્યમની જ હશે. હા અન્ય ભાષા અંગ્રેજીનું શ્રવણ, કથન, લેખન, વાંચન જેવા કૌશલ્યોના વિકાસ માટે સપોટીંગ તરીકે કાર્યરત રહેશે. ધો. 6 દ્વિ ભાષી અભ્યાસક ક્રમનું ઓપ્શન હોવાથી હવે અંગ્રેજી માઘ્યમ ધો. 6 થી જ શરુ થશે. સંગીત, ચિત્ર, રમતગમત જેવા ઇત્તર વિષયોને હવે અભ્યાસ ક્રમ સાથે સાંકળીને શિક્ષણને રસમય બનાવાશે. ધો. 6 થી જ વ્યવસાય લક્ષી વિવિભ કોર્ષોને જોડવામાં આવશે.
આપણાં દેશમાં પ્રાથમિક શિક્ષણમાં વાંચન – ગણન અને લેખનમાં ઘણા બાળકો નબળા જોવા મળી રહ્યા છે ત્યારે નવી નીતિમાં આ બાબતે વિશેષ કાળજી લેવાય છે. નવા માળખામાં હવે 5+3+3+4 ની અમલવારી રહેશે જેનો અર્થ બાળવાટીકાના ત્રણ વર્ષ અને ધો. 1-ર એ પ્રથમ પાંચ વર્ષનો તબકકો અને બાદમાં ધો. 9, 10, 11, 12 નો ચાર વર્ષનો તબકકો જુન 2023 થી અમલી બનશે. નવી પ્રથાના અમલ માટે શિક્ષકોને તાલીમ બઘ્ધ કરાશે. અને મુલ્યકન પઘ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવનાર છે. ભારતીય સંસ્કૃતિના જ્ઞાન- માહીતી બાળકો સમજે તે માટે પ્રાથમિક લેવલથી ભાગવત ગીતાજીનું શ્રવણ કથન કરાવાશે અને પ્રિ-સ્કુલમાં જ અંગ્રેજીનું માત્ર શ્રવણ કથન કરાવાશે જેની શિક્ષક તાલીમ પણ પૂર્ણ થઇ ગઇ છે. નવા સત્રથી ધો. 3 થી 10 માં કુલ 16 થી વધુ પુસ્તકો બદલાવામાં આવ્યા છે.
સ્કુલ ઓફ એકસલન્સ, વિવિધ સર્વે, ગુણોત્સવ મોડેલ સ્કુલ, શિક્ષણ મંગલ, સ્માર્ટ કલાસ જેવી વિવિધ યોજના છેલ્લા બે વર્ષ થી શરુ થતાં હવે નવા સત્રથી શાળા કક્ષાએ સારા પરિણામો મળવાની આશા છે. રાજયની તમામ શાળાની ભૌતિક સુવિધામાં વધારો કરીને ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગ સાથે કદમ મિલાવીને ધો. પ થી જ છાત્રોને કોમ્પ્યુટર તાલીમાં આવરી લેવાશે. સતત અને સર્વગાહી મૂલ્યાંકનને કારણે દરેક બાળકોનું વ્યકિતગત મૂલ્યાંકન કરવામાં આવે છે, દર વિકે એકમ કસોટી પણ લેવાય છે. નવા સત્રથી વિવિધ બદલાવ આવી રહ્યા છે. ત્યારે શિક્ષકો અને છાત્રોના વાલીઓએ પણ પુરતો સાથ સહકાર આપવો જરુરી છે.
વિદ્યાર્થી અને શિક્ષકો માટે બાલ વાટિકા સમગ્ર તૈયાર કરવામાં આવી છે. નિપૂણ ભારત મિશનની તાલીમ પણ અપાય છે. વિદ્યા પ્રવેશ ધો.1 માટે પણ ખાસ બુક તૈયાર કરાય છે. ધો. 4 – 6 અને 7 માં એચિવમેન્ટ સર્વે કરાયો છે. તો ભારતીય જ્ઞાન પ્રણાલી મુજબ ધો. 6- 7 અને 9 માં વૈદિક ગણિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધો. ર થી 1ર ના છાત્રો માટે વ્યવસાય લક્ષી શિક્ષણના વિવિધ 13 ટ્રેડ દાખલ કરવાની મંજુરી અપાય છે. આ બધી તૈયારીઓ સાથે જુન-2023 થી નવી શિક્ષણ નીતિ માટે સહકાર સજજ થઇ ગઇ છે. ત્યારે શિક્ષકો, શાળા સંચાલકો વાલીઓ પણ નવી તરાહના નવા યુગમાં એક નવા આયામ સાથે કદમથી કદમ મીલાવીને એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરશે.