રિસામણે રહેલી પત્નીએ પુત્રના જન્મદિવસ પર પતિને બોલાવતા થઈ માથાકૂટ
શહેરના સાધુવાસવાણી રોડ પર પતિએ પત્નીને માર માર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જે રિસામણે રહેલી પત્નીએ પુત્રના જન્મદિન પર પતિને કેક કાપવા બોલાવતા માથાકૂટ થઇ હતી જેમાં પત્નીને માર મારતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના સાધુ વાસવાણી રોડ પર પરશુરામ મારબલ સામે રહેતી હેતલ બેન સંજયભાઈ રાણા નામની 22 વર્ષીય પરિણીતાને તેના પતિએ પિયરમાં માર મારતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.આ અંગે મળતી માહિતી મુજબ હેતલબેન થોડા સમયથી માવતરે રિસામણે આવી હતી.
પરંતુ ગઇ કાલે તેના પુત્રના જન્મદિન પર પતિ સંજયને પણ કેક કાપવા માટે બોલાવ્યો હતો. પરંતુ તે દરમિયાન બોલાચાલી થતા પતિ સંજયે પત્ની હેતલ બેનને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.