ગુજરાત ટાઇટન્સ આઈપીએલ 2023નો પ્રથમ મેચ જીત્યા બાદ એક મોટો ઝટકો મળ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન કેન વિલિયમસન ઘૂંટણની ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી પ્રથમ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે વિલિયમસનને ઘૂંટણમાં ઈજા થઈ હતી. વિલિયમસન ઈજા બાદ મેદાનની બહાર ગયો હતો.
આઈપીએલ 2022માં તે સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન હતો, પરંતુ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે હૈદરાબાદે તેને બહાર કરી દીધો હતો. હવે ગુજરાત માટે રમવું તેના માટે સફળ રહ્યું ન હતું. પહેલી જ મેચ બાદ તેને ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું.
આપણે સૌ જાણીએ છીએ કે અહેમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ગુજરાત ટાઇટન્સની ધમાકેદાર જીત થઈ હતી પરંતુ ફિલ્ડીંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો કેન વિલિયમસન મેચમાં બેટિંગ કરી શક્યો ન હતો. તેમની જગ્યાએ સાઈ સુદર્શનને ‘ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે મૂકવામાં આવ્યા હતા..