ગુજરાત કી હવા મેં વ્યાપાર હૈ
કેગે રિપોર્ટ જાહેર કર્યો : દેશની સરેરાશ માથાદીઠ આવક રૂ. 1.72 લાખ કરોડ નોંધાઇ
ગુજરાત કી હવા મેં વ્યાપાર હૈ.. આ ફિલ્મી ડાયલોગ સાચો છે. ગુજરાતીઓને વ્યાપારમાં કોઈ પહોંચી શકે તેમ નથી. એટલે જ ગુજરાતની માથાદીઠ આવક અધધધ રૂ. 2.76 લાખે પહોંચી છે.
ગુજરાત વિધાનસભામા 2021-22ના નાણાકીય હિસાબ અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2021-22 દરમિયાન ગુજરાતની રૂ. 2,76,588 જેટલી માથાદીઠ આવક નોંધાઇ છે. જ્યારે દેશની સરેરાશ માથાદીઠ આવક રૂ. 1,72,913 છે. રાજકોષીય ખાધની રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનની સામે 1.17 ટકા જેટલી અને જાહેર ઋણની સામે 15.86 જેટલી ટકાવારી ગુજરાત રાજકોષીય જવાબદારી અધિનિયમ, 2005 હેઠળ નિયત કરવામાં આવેલા લક્ષ્યાંકોની અંદર હતી. 2021-22 દરમિયાન રાજ્યની રૂપિયા 3,044 કરોડ જેટલી બાકી બાંહેધરીઓ ગુજરાત રાજ્ય બાંહેધરી અધિનિયમ, 1963 અંતર્ગત નિયત કરવામાં આવેલી 20,000 કરોડની ટોચ મર્યાદા કરતાં ઘણી નીચી હતી. તેમ કેગના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.
રાજ્યે મહેસૂલી ખાધ નાબૂદ કરવાનો લક્ષ્યાંક 2011-12થી 2019-20માં હાંસલ કર્યો હતો. 2020-21 દરમિયાન રૂપિયા 22,548 કરોડ જેટલી મહેસૂલી ખાધ 2021-22માં રૂપિયા 6,409 કરોડ જેટલી મહેસૂલી પુરાંતમાં ફેરવાઈ ગઈ હતી. 2021-22ના અંતે રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનની ટકાવારી રૂપિયાપે રાજકોષીય ખાધ 1.17 ટકા જેટલી રહી હતી, જે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજકોષીય જવાબદારી અધિનિયમમાં નિયત કરવામાં આવેલા ત્રણ ટકાની મર્યાદાની અંદર હતી. રાજકોષીય એકત્રીકરણના રોડમેપમાં, મધ્યમ ગાળાના નીતિવિષયક નિવેદનમાં નિયત કરવામાં આવેલા રાજ્યના એકંદર ઘરેલુ ઉત્પાદનની સામે જાહેર ઋણના 17.40 ટકાના લક્ષ્યાંક સામે રાજ્ય સરકાર 2021-22 દરમિયાન 15.86 ટકા જેટલી ટકાવારી જાળવી શકી હતી.
2021-22 દરમિયાન રાજકોષીય ખાધ 2020-21માં 7,40,438 કરોડ હતી તે રૂપિયા 17,746 કરોડ (43.88 ટકા) જેટલી ઘટીને 2021-22માં 22,692 કરોડ થઈ હતી. 2021-22 દરમિયાન પ્રાથમિક ખાધ 2020-21માં 7,16,235 કરોડ હતી તે રૂપિયા 18,730 કરોડ જેટલી વધીને 2021-22માં 7 2,495 કરોડની પ્રાથમિક પુરાંત થઇ હતી. રાજ્ય સરકારે અંશદાયી પેન્શન યોજના સિવાયની અને વળતર વનીકરણની થાપણો પર વ્યાજની 745 કરોડની જવાબદારીઓ પૂરૂપિયાણ કરી ન હતી અને એકત્રિત ડૂબત નિધિમાં રૂપિયા 10,531 કરોડનો રાજ્ય સરકારનો ફાળો અને 7 363 કરોડની શ્રમ સેસની બિન-તબદીલી ઓછી નોંધાવી હતી અને રાષ્ટ્રીય પેન્શન યોજનામાં સરકારના ફાળામાં રૂપિયા 7 કરોડની ઘટ હતી. આના પરિણામે મહેસૂલી પુરાંત રૂપિયા 10,921 કરોડ જેટલી વધારે દર્શાવાઇ હતી અને રાજકોષીય ખાધ રૂપિયા 10,947 કરોડ જેટલી ઓછી દર્શાવાઇ હતી.
2021-22 દરમિયાન મહેસૂલી આવકના 67 ટકા રાજ્યના પોતાના સંસાધનોમાંથી મળ્યા હતા. 2021-22માં રાજ્યની પોતાની કર આવક પાછલા વર્ષ કરતાં 7,27,412 કરોડ (39.01 ટકા) જેટલી વધી હતી અને બિન-કર આવકમાં પાછલા વર્ષ કરતાં 3,526 કરોડ (33.60 ટકા) જેટલો વધારો થયો હતો. 2021-22માં પોતાની કર આવક અને બિન-કર આવક બન્ને અંદાજપત્રીય અંદાજો કરતાં નીચી હતી. માલ અને સેવા કર અધિનિયમ, 2017ના અમલીકરણથી થનાર આવકના નુકસાન પેટે રાજ્ય સરકાર 2021-22 દરમિયાન 7 20,033 કરોડનું માલ અને સેવા કરનું વળતર મેળવવા માટે હકદાર હતી.