દાતા પરિવાર તરફથી 800 રૂપિયાની રાહત અપાશે
વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શિવકુંવરબેન બચુભાઇ દોશી મેડીકલ સેન્ટરમાં પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી ફુલ બોડી ચેક અપનું આયોજન ભગવાન મહાવીર જન્મ જયંતિ ઉપલક્ષે જન-પ્રેમ-ધીર સંકુલ, પ, વૈશાલીનગર રૈયા રોડ ખાતે કરવામાં આવેલ છે.
જરુરીયાત મંદ દર્દીઓને માત્ર 100 રૂપિયામાં ફુલ બોડી ચેક અપ કરી અપાશે. દાતા પરિવાર તરફથી 800 રૂપિયાની રાહત અપાશે.પૂ. ધીરગુરુદેવની દીક્ષા જયંતિ અનુમોદનાર્થે નીરુબેન વીરેન્દ્ર સંઘવી અને અમી જયદીપ સંઘવી તરફથી ર00 દર્દીઓને લાભ મળેલ છે. દર્દીઓને પોતાના પ્રવેશ પાસ સોમવારથી શુક્રવાર સુધીમાં સવારે 11 થી 1 સુધીમાં મેળવી લેવા જરુરી છે.
અનુમોદના કુપનમાં 108 છગનલાલ શામજી વિરાણી અને વસંતબેન પ્રવીણચંદ્ર પારેખ, પ1 કમળાબેન શામળદાસ મહેતા, 37 રીટાબેન અભયભાઇ શાહ, 36 મીરાબેન શૈલેશભાઇ ઝવેરી, 30 ધારિણી ઘુમન શાહ અને ડો. જુલ, ડો. પરમ શાહ, 27 મહેન્દ્ર ટી. મહેતા, રપ વીરેન મોદી વગેરે લાભાર્થી બન્યા છે. કુલ 504 વ્યકિતને લાભ મળશે. વધુ વિગત માટે મો. નં. 99792 32357 નો સંપર્ક કરવો.