પ્રમુખ પદે સાત વર્ષ પૂર્ણ: 1000થી વધુ સંગઠાત્મક કાર્યક્રમો આપ્યા: શહેર ભાજપનું સંગઠન ગુજરાતમાં નંબર-1: કાર્યકરોનો આભાર માનતા પ્રમુખ
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદે સૌથી વધુ રહેવાનો રેકોર્ડ સર્જતા કમલેશભાઈ મિરાણીએ આજે પ્રમુખ પદે સાત વર્ષ પૂર્ણ કર્યા છે. ગત તા.31.3.ર015ના રોજ તેઓને રાજકોટ શહેરની કમાન પ્રદેશ ભાજપ દ્વારા સોંપવામાં આવી છે. તેઓ એક સફળ સુકાની તરીકે ઉભરી આવ્યા છે.
છેલ્લા સાત વર્ષો દરમ્યાન કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ નું સંગઠન ગુજરાતમાં નંબર વન તરીકે ઉભરી આવ્યુ છે.સને 1986થી ભારતીય જનતા પાર્ટીમાં પોતાની રાજકીય સફરનો પ્રારંભ કરનાર કમલેશ મિરાણીએ કોઈપણ પ્રકારના રાજકીય બ્રેકગ્રાઉન્ડ વગર સંગઠનક્ષ્ોત્રે અને સતા ક્ષ્ોત્રે અનેકવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક વહન કરી છે.
છેલ્લા સાત વર્ષોમાં સૌનો સાથ, સૌનો વિકાસ ના મંત્ર સાથે પાર્ટીનો વ્યાપ વધારવામાં સહભાગી થનાર તમામ કાર્યર્ક્તાઓનો આભાર વ્યક્ત કરતા કમલેશ મિરાણીએ જણાવેલ કે સતા અને પ્રભુત્વ આ બંને સાથે નેતૃત્વ ગાઢ રીતે સંકળાયેલું હોવા છતા આ બંને એકબીજાથી ભિન્ન છે. નેતૃત્વ એ જૂથના સભ્યોને કાર્યરત થવા પ્રોત્સાહિત કરતી પ્રક્રિયા છે.
માનવશક્તિને સામુહિક રીતે કામે લગાડી ધ્યેય પ્રાપ્તિ માટે સક્ષ્ામ રીતે તેને નેતૃત્વ પુરૂ પાડવુ અતિ આવશ્યક છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ા સી.આર.પાટીલ ના માર્ગદર્શન હેઠળ પેજ કમિટિની કામગીરીમાં રાજકોટ શહેર ભાજપનું સંગઠન ગુજરાતમાં નંબર વન સંગઠન તરીકે ઉભરી આવ્યું, ત્યારે મારા સાત વર્ષના કાર્યકાળ દરમ્યાન રાજકોટ મહાનગર ધ્વારા પ્રદેશ ભાજપની સૂચના મુજબ યોજાયેલ વિવિધ 1000 વધુ કાર્યક્રમો કાર્યર્ક્તાઓના પરીશ્રમ થકી સફળ થયા છે અને શહેર ભાજપનું સંગઠન વધુ સુદૃઢ થયુ છે, ત્યારે મારા કાર્યકાળની સફળતા એ તમામ કાર્યર્ક્તાઓને વંદન સાથે સમર્પિત કરુ છુ.કાર્યર્ક્તાઓના અદભુત પ્રેમ થકી મને કાર્ય કરવાનું પ્રેરકબળ પ્રાપ્ત થયું છે.
આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે ર017માં યોજાયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો પર કાર્યર્ક્તાના અથાક પિરશ્રમને કારણે જવલંત વિજય મેળવી ભાજપાનો ભગવો લહેરાયો, લોક્સભા ચૂંટણીમાં ભાજપે ઉજળો દેખાવ ર્ક્યો , રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ન ભુતો ન ભવિષ્યતિ ના મંત્રને સાર્થક કરતા મહાનગરપાલિકાની 7ર બેઠકો માં થી 68 બેઠકો પર જવલંત વિજય પ્રાપ્ત ર્ક્યો તેમજ ગત વર્ષે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપનો રેકોર્ડબે્રક વિજય થયો.
ત્યારે 1986 થી રાષ્ટ્રવાદના રંગે રંગાઈ ભારતીય જનતા પાર્ટીમાં ફક્ત 18 વર્ષ ની ઉમરે પ્રવેશ કરનાર કમલેશ મિરાણીએ અયોધ્યા માં કારસેવા તેમજ દિલ્લી બોટ કલબ રેલી માં ભાગ લીધેલ ત્યારબાદ શહેર ભાજપ યુવા મોરચા માં ર ટર્મ ઉપ પ્રમુખ, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે ર000 થી ર003 ત્યારબાદ ઝ્ોર્પોરેટર તરીકે – ર00પ થી ર0ર0 – સતત 3 ટર્મ -વોર્ડ-9માં જવાબદારી સંભાળેલ આ દરમ્યાન સમાજ કલ્યાણ સમિતીના ચેરમેન તરીકે ર00પ થી ર007 ર ટર્મ, ર008 માં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે નિમણુક, તેમજ એસ.ટી સલાકાર સમિતી સભ્ય, ટેલીફોન એડવાઈઝરી કમિટી માં નિમણુક સંગઠનમાં શહેર ભાજપ મંત્રી, સંગઠન પર્વમાં બે ટર્મમાં ઈન્ચાર્જ તરીકે, વિધાનસભા ચૂંટણી -ર01ર, ર017માં વિધાનસભા- 69ના ઈન્ચાર્જ, ર013માં શહેર ભાજપ મહામંત્રી તરીકે નિમણુક, લોક્સભા ચૂંટણી-ર019 માં રાજકોટ મહાનગરના ઈન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળેલ છે. તેમજ સામાજિક ક્ષ્ોત્રે લોહાણા મહાપિરષદના કારોબારી સભ્ય, રઘુવંશી યુવા ગ્રુપના સલાહકાર, રઘુવંશી ક્રાંતિ મંચ, ગુજરાતના સલાહકાર, જલારામ જયંતી મહોત્સવના માર્ગદર્શક તેમજ યુનીક ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળી પોતાનું સામાજિક દાયિત્વ નિભાવી રહયા છે.
આમ છેલ્લા સાત વર્ષોથી શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર કમલેશ મિરાણીએ તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ પોતાની મન કી બાત સરળતાથી કહી શકે તેવું નિખાલસ વ્યક્તિત્વ ધરાવી કાર્યર્ક્તાઓના દિલમાં અનેરૂ સ્થાન જમાવ્યું છે.