પાંજરીગરમાં જેસીપી, ચાર એસપી, બે ડીવાયએસપી પીઆઇ અને પીએસઆઇ સહિત 1000 પોલીસ સ્ટાફ સાથે તમામ મકાનની જડતી લેવાઈ
સીસીટીવી ફુટેજના આધારે શાંતિના શત્રુને શોધી કઢાશે: કોમી એકતા અને શાંતિને પલિતો ચાપનાર સામે સખ્ત કાર્યવાહી કરવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો આદેશ
ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી હિન્દુ આસ્થાળુઓ ભાવ પૂર્વ અને ભારે શ્રધ્ધા સાથે રામનવમીના દિવસે કરતા હોય છે. હર્ષોલ્લાસ સાથે ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રા નીકળતી હોય છે ત્યારે વિદર્મીઓ દ્વારા કાકરી ચાળો કરી રાજયની શાંતિને પલિતો ચાપતા હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આમ છતાં ગઇકાલે વડોદરા, હાવડા અને મહારાષ્ટ્રના સંભાજીનગરમાં શોભાયાત્રા પર થયેલા હુમલાના કારણે કોમી તંગદીલી સર્જાય હતી. હિન્દુ અને મુસ્લિમ સમાજના ટોળા ઘાતક હથિયાર આમને સામને આવી જતાં બેકાબુ ટોળાને પોલીસે લાઠ્ઠીચાર્જ કરી વિખેરી નાખ્યા બાદ વડોદરાની ઘટના અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ટોચના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી વડોદરા પાંજરીગર વિસ્તારમા કોમ્બીગ કરવા આદેશ આપ્યો હતો. વડોદરાના ફતેપુરા અને પાંજરીગર વિસ્તારમાં જોઇન્ટ પોલીસ કમિશનર, એસપી, ડીવાય.એસ.પી, પીઆઇ, પીએસઆઇ અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો. વડોદરાની શાંતિને પલિતો ચાપી કોમી તંગદીલી સર્જતા શકમંદોના મકાનની જડતી તપાસ કરી હતી. શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં સંડોવાયેલા મનાતા અને સીસીટીવી ફુટેજ જેના મળી આવ્યા છે તેવા 20 જેટલા શખ્સોની પોલીસે અટકાયત કરી છે.
વડોદરાના ફતેહપુરા વિસ્તારમાં શોભાયાત્રા નીકળી ત્યારે અગાઉથી જ હુમલો કરવાની તૈયારી સાથે આવેલા શખ્સોએ અચાનકજ શોભાયાત્રા પર પથ્થરમારો કરતા નાસભાગ મચી ગઇ હતી. જેના કારણે બંને જુથ્થ આમને સામને હથિયારો સાથે આવી ગયા હતા અને પાંજરીગર થી કારેલી બાગ સુધીના વિસ્તારમાં કોમી શાંતી ડખોળતા શખ્સોએ લારી ગલ્લામાં તોડફાડ કરી હતી. બેકાબુ બનેલુ ટોળુ વધુ વિફરે તે પહેલાં પોલીસે લાઠ્ઠીચાર્જ કરી ટોળાને વિખેરી નાખ્યા બાદ મોડીરાતે સંવેદનસીલ વિસ્તારમાં કોમ્બીગ કરવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલા શખ્સોની ધરપકડ કરી તોફાનમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
રામનવમીની શોભાયાત્રા દરમિયાન ગત વર્ષે પણ આણંદ અને ખંભાતમાં કોમી તોફાન થયા હોવાથી રાજયના પોલીસ વડા વિકાસ સહાય, લો એન્ડ ઓર્ડરના વડા નરસિમ્હા કોમર અને આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત દ્વારા રાજયભરના પોલીસ કમિશનર, રેન્જ આઇજી અને એસપીઓને એલર્ટ રહેવા સુચના આપી હતી. તેમ છતાં વડોદરાના ફતેપુરા વિસ્તારમાં બપોરે બે વાગે શોભાયાત્રા પર પથ્થરમારો અને લારી, ગલ્લા અને વાહનમાં તોડફોડ થયાની હિંસક ઘટના બનત્ ફતેપુરા વિસ્તારમાં 3500 પોલીસ સ્ટાફને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના સંભાજીનગરમાં વિધર્મી ટોળાએ પોલીસ પર હુમલો કર્યો
મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રામનવમી નિમિતે ભગવાન રામની શોભાયાત્રા પૂર્વે જ બંને સમાજના ટોળા હથિયારો સામે આમને સામને આવી ગયા હતા. સામસામે પથ્થરમારો કરી રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટાફ બેકાબુ ટોળાને વિખેરવા ઘટના સ્થળે પહોચી ત્યારે પોલીસ સ્ટાફ પર વિફરેલા ટોળાએ હુમલો કયો4 હતો. 500થી વધુ ઉશ્કેરાયેલા ટોળાએ કરેલા હુમલામં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઘવાયો હતો. રાતના 11 થી 3.30 સુધી સામસામે હુમલા દરમિયાન મોટી સંખ્યામાં દુકાન અને વાહનમાં આગ ચાપી દેવામાનું સામે આવ્યું છે. સંભાજીનગરના રામ મંદિર ખાતે જ થયેલી કોમી અથડામણને પોહચી વળવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બેકાબુ પરિસ્થિતી પર કાબુ મેળવ્યો હતો. મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્ય મંક્ષી દેવેન્દ્ર ડડણવીરે પરિસ્થિતી અંકુશમાં હોવાનું જણાવ્યું હતું.
બંગાળના હાવડામાં કોમી રમખાણ: તોડફોડ
પશ્ર્ચિમ બંગાળના હાવળા ખાતે ભગવાન રામના જન્મોત્સવ દરમિયાન નિકળેલી શોભાયા6ામાં કેટલાક વિધર્મીઓએ હુમલો કર્યો હતો. જેના કારણે બંને સમાજના ટોળા દ્વારા સામસામે હુમલા થયા હતા. શોભાયાત્રામાં કાચની બોટલ અને પથ્થર ફેકવામાં આવ્યા હતા. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. બેકાબુ ટોળા પર પોલીસે હળવો લાઠ્ઠીચાર્જ કરી પરિસ્થિતી પર કાબુ મેળવી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આમ છતાં હાવળાના સંવેદનસીલ વિસ્તારમાં ફુડપેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ તેમજ કેટલાક શકમંદોની અટકાયત કરવામાં આવી છે.