નિફટીમાં પણ 200 પોઈન્ટનો ઉછાળો: ડોલર સામે રૂપીયો મજબૂત: બૂલીયન બજારમાં પણ તેજી
સપ્તાહના અંતિમ ટ્રેડીંગ સેશનમાં આજે ભારતીય શેર બજારમાં તેજીનો કરન્ટ જોવા મળ્યો હતો. ઉઘડતી બજારે સેન્સેકસે 58 હજારની સપાટી ઓળંગી હતી. નિફટીમાં પણ તોતીંગ ઉછાળો રહ્યો હતો. બૂલીયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો મજબૂત બન્યો હતો.
આજે મુંબઈ શેર બજારના બંને આગેવાન ઈન્ડેકસો ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા ઉઘડતી બજારે 58 હજારની સપાટી કુદાવી હતી. અને 58709.17ની સપાટી હાંસલ કરી હતી જયારે નિચલી સપાટીએ 58273.86ના લેવલ સુધી સરકી ગયો હતો. નિફટીમાં પણ 200થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
નિફટીએ આજે 17289.75ની સપાટી હાંસલ કરી હતી. ઈન્ટ્રા ડેમાં 17204.65ની નીચલી સપાટી સુધી આવી ગઈ હતી. બેંક નિફટી અને નિફટી મીડકેપ ઈન્ડેકસમાાં પણ ઉછાળા રહ્યા હતા.
ભારત ઈલેકટ્રીક, ઈન્ટરગ્લોબ એવીએશન, બલરામપૂર ચિની, હિન્દુસ્તાન એરોન સહિતની કંપનીના શેરોના ભાવમાં વધારો નોંધાયો હતો. જયારે લુપીન, ટીવીએસ મોટર, સન ફાર્મા, ઝાયડસ લાઈફ સહિતની કંપનીના શેરોના ભાવ તુટયા હતા. બુલીયન બજારમાં પણ તેજી રહેવા પામી છે.સોના અને ચાંદીના ભાવમા ઉછાળો જોવા મળ્યો હતો.આ લખાય રહ્યું છેત્યારે સેન્સેકસ 626 પોઈન્ટના ઉછાળા સાથે 58586 અને નિફટી 176 પોઈન્ટના ઉછાળા સાથે 17256 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જયારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપીયો 13 પૈસાની મજબૂતી સાથે 82.21 પર ટ્રેડ કરી રહ્યો છે.