આગામી દિવસોમાં એપ્રિલથી ઓક્ટોબરમાં ગોચર ગ્રહોમાં ગુરુ રાહુ યુતિના કારણે ચાંડાલ યોગ થવા જઈ રહ્યો છે. ૨૨ એપ્રિલ ૨૦૨૩ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ વચ્ચે ગોચરમાં ગુરુ રાહુ યુતિ ચાંડાળયોગની અસર જોવા મળશે. આ યુતિ મેષમાં થતી હોય આ સમયમાં ઉતાવળિયા નિર્ણય થતા જોવા મળે વળી મંગળ શરીર દર્શાવે છે અને ગુરુ ત્યાં આવવાથી જિમ, યોગ,પ્રાણાયામ વિગેરેને જીવનમાં વધુ સ્થાન મળતું જોવા મળે.
ગુરુ મહારાજ ઓક્સિજનના કારક છે માટે આ સમયમાં લોકો શુદ્ધ હવાની કિંમત સમજતા થાય જો કે આ સમયમાં પ્રદુષણની માત્ર માં વધારો થતો જોવા મળે. ગુરુ ધર્મના કારક છે અને મંગળ રાહુ સ્ફોટક છે માટે ધાર્મિક બાબતોમાં વિવાદ વધે અને એ બાબતે વધુ તકલીફ થતી જોવા મળે.
મેષ રાશિ નવી શરૂઆતની રાશિ છે માટે આ સમયમાં કેટલાક નવા સમ્પ્રદાય વિવાદમાં આવતા જોવા મળે અને ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવી પડે. આ સમયમાં ધાર્મિક કટ્ટરતા વધુ જોવા મળે વળી આ સમયમાં ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશગમન વધુ થતું જોવા મળશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨