બિડ-ઑફર 3 એપ્રિલ, ખૂલશે અને 6 એપ્રિલ, 2023ને ગુરુવારે બંધ થશે
એવલોન ટેકનોલોજીસ લિમિટેડ (કંપની) પ્રતિ શેર ₹ 2ની ફેસવેલ્યુ લેખે ₹ 8,650 મિલિયનના શેર (ઈક્વિટી શેર) માટે આગામી 3 એપ્રિલ, 2023ને સોમવારે ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઈપીઓ) ખોલવાની દરખાસ્ત કરે છે. આ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગમાં ₹ 3,200 મિલિયનના નવા ઈક્વિટી શેર (ફ્રેશ ઈસ્યુ)નો તથા શેરધારકોને (વેચાણની ઑફર તથા સાથે ફ્રેશ ઈસ્યુ, અર્થાત ઑફર) કુલ ₹ 5,450 મિલિયનના શેર ઑફર કરવાનો સમાવેશ થાય છે. એન્કર ઈન્વેસ્ટર બિડિંગ 31 માર્ચ, 2023ને શુક્રવારે યોજાશે. સબસ્ક્રિપ્શન માટે ઑફર 3 એપ્રિલ, 2023ને સોમવારે ખૂલશે અને 6 એપ્રિલ, 2023ને ગુરુવારે બંધ થશે.ઑફરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹ 415 થી ₹ 436 નિશ્ચિત કરવામાં આવી છે. ઓછામાં ઓછા 34 ઈક્વિટી શેર અને ત્યારબાદ 34 ઈક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે.
ઈક્વિટી શેરની વેચાણ ઑફરમાં કુલ મળી કુનહમેદ બિચાના ₹ 1,310 મિલિયન સુધીના તથા ભાસ્કર શ્રીનિવાસના ₹ 1,720 મિલિયન સુધીના; (પ્રમોટેર સેલિંગ શેરહોલ્ડર); ટી પી ઈમ્બિચમેદના ₹ 160 મિલિયન સુધીના; મરિયમ બિચાના ₹ 100 મિલિયન સુધીના; આનંદ કુમારના ₹ 755 મિલિયન સુધીના; સારદેય સેશુ કુમારના ₹ 650 મિલિયન સુધીના તથા લુકમન વીડુ એડિયનસના ₹ 755 મિલિયન સુધીના શેરનો સમાવેશ થાય છે.
આ ઈક્વિટી શેરો 23 માર્ચ, 2023ના રોજ ચેન્નઈ ખાતે તમિલનાડુ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ સમક્ષ ફાઈલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (છઇંઙ) મારફત ઑફર કરવામાં આવી રહ્યા છે અને તેનું લિસ્ટિંગ વિવિધ માન્ય પ્રતિષ્ઠિત સ્ટોક એક્સચેન્જ – બીએસઈ લિમિટેડ તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા (એનએસસી)માં કરવાની દરખાસ્ત છે. ઑફરના હેતુસર એનએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.
આ ઑફરના બુક રનિંગ લીડ મેનેજરો- જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, ડેએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તથા નોમુરા ફાઇનાન્સિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ છે.