કોવિડનો નવો વેરિયેન્ટ એક્સબીબી 1.16 વધુ આક્રમક: રાજ્યમાં નવા 401 કેસ પોઝિટિવ: રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2000ને પાર: 241 દર્દીઓ સાજા થયા
ગુજરાતમાં કોરોના ફરી એકવાર ચિંતાના મોજા ફેરવી રહ્યો છે. પરંતુ તેમાં ડરવાની નહિ પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. કોરોનાનો ભોરીંગ ફરી એકવાર અજગરી ભરડો લઈ રહ્યો છે. નવો વેરીયેન્ટ પણ વધુ આક્રમક થતો દેખાઈ રહ્યો છે. ગઇ કાલે ફરી એકવાર રાજ્યમાં વધુ 401 કેસ પોઝિટિવ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના રંગ બદલતો દેખાઈ રહ્યો છે. જેમાં દિનપ્રતિદિન પોઝિટિવ કેસની સંખ્યા ફરી વધતી દેખાઈ રહી છે. ગઇ કાલે રાજ્યમાં 401 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 241 દર્દીઓ સાજા થયા છે.
તો બીજી તરફ નિષ્ણાતોના મતે નવા કોવિડ વેરિયન્ટ એક્સબીબી.1.16 કેસોની સંખ્યામાં અચાનક થયેલા વધારા માટે ચિંતાનું કારણ છે. એક્સબીબી.1.16 એ એક્સબીબી.1.5 કરતાં 140% વૃદ્ધિ ધરાવે છે. તેમણે ઉમેર્યું છે કે, નવો વેરિયન્ટ વધુ આક્રમક છે. તાજેતરના સરકારી માહિતી દર્શાવે છે કે 10 ટકા કે તેથી વધુના સાપ્તાહિક પરીક્ષણ હકારાત્મકતા દર (ટીપીઆર) ધરાવતા જિલ્લાઓની સંખ્યા 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધીને 32 થઈ ગઈ છે, જે બે અઠવાડિયામાં 3.5 ગણો વધારો થયો છે.
નિષ્ણાતોના મત મુજબ કોવિડના દર્દીઓ ગયા વર્ષે જાન્યુઆરી અને માર્ચ વચ્ચે ભારતમાં મહામારીની ત્રીજી લહેરના લક્ષણોનો સમાન સમૂહ દર્શાવે છે.
આ નવા વેરિયન્ટના સામાન્ય લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, શરદી, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને થાકનો સમાવેશ થાય છે. તે તમારા પાચનતંત્રને પણ અસર કરી શકે છે.
કેસોની સંખ્યામાં વધારો થવા છતાં દેશભરની હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓનો ધસારો જોવા મળતો નથી અને એકંદરે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઓછી છે. સંશોધન મુજબ નવા અત્યંત પ્રસારિત ચલ સાથે સંકળાયેલ કોઈપણ ગંભીરતાના ઓછા પુરાવા છે.
ગુજરાતમાં ગઇ કાલે પોઝિટિવ કેસની સંખ્યા 400ને પાર પહોંચી છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ 2000ને પાર થઈ જતાં તંત્ર અને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ નિષ્ણાતોના મત મુજબ કોરોના વાયરસથી ડરવાને બદલે સાવચેતી રાખવી વધુ હિતાવહ છે.
ગઇ કાલે રાજ્યમાં 401 કેસ પોઝિટિવ સાથે એક્ટિવ કેસની સંખ્યા 2136 પર પહોંચી છે. જેમાં 8 દર્દીઓની હાલત નાજુક છે.
જિલ્લાવાઇઝ પોઝિટિવ કેસની સંખ્યા
જિલ્લો | પોઝિટિવ કેસ | જિલ્લો | પોઝિટિવ કેસ | જિલ્લો | પોઝિટિવ કેસ |
મહીસાગર | 1 | સુરેન્દ્રનગર | 4 | અમરેલી | 14 |
મહેસાણા | 16 | વલસાડ | 5 | આણંદ | 7 |
મોરબી | 22 | છોટા ઉદેપુર | 3 | બનાસકાંઠા | 8 |
નવસારી | 2 | અમદાવાદ | 144 | ભરૂચ | 3 |
પંચમહાલ | 1 | રાજકોટ | 42 | દાહોદ | 1 |
પાટણ | 3 | સુરત | 45 | દ્વારકા | 1 |
પોરબંદર | 4 | વડોદરા | 43 | જામનગર | 4 |
સાબરકાંઠા | 5 | ગાંધીનગર | 12 | કચ્છ | 9 |