આજે ગુરુવાર અને રામનવમી અને નવમું નોરતું છે. નવમા નોરતે માં સિદ્ધિદાત્રીની આરાધના થાય છે. કળિયુગમાં તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેમાં સિદ્ધિદાત્રીની આરાધના થાય છે. માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી તમામ આધિ-વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.
માં સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે. માતાની ચાર ભુજાઓ છે, જેમાં તેઓ ગદા, શંખ, ચક્ર અને કમળનું ફૂલ ધારણ કરે છે. માતા સિદ્ધિદાત્રીનું વાહન સિંહ છે. માતા સિધ્ધિદાત્રી ૮ સિદ્ધિઓ અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ તમામ આપનારી છે.સિદ્ધિદાત્રી મંત્ર “ૐ ઐમ હ્રીમ કલીં સિદ્ધિદાત્રીએ નમઃ ” આજે નવમું નોરતું અને રામનવમી છે.
હાલના સમયમાં પ્રભુ શ્રી રામના આદર્શ સમજવા જેવા છે હિન્દૂ સંસ્કૃતિ પર જેમનો સર્વાધિક પ્રભાવ છે તેમનું જીવન કવન ઉદાહરણ રૂપ છે પ્રભુ શ્રી રામ અને સીતામાતા આદર્શ દંપતી છે વળી શ્રી રામ રાજાનું ઉત્તમ ઉદાહરણ છે આજના દિવસે શ્રી રામ રક્ષા સ્તોત્રના પાઠ વિશેષ ફળદાયી નીવડે છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨ —