ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ. રામનવમીના દિવસથી ૭ મંત્ર જપ દરરોજ કરવા. નીચે આપેલા શ્રીરામના ૭ સૌથી સરળ મંત્રોમાં છે જે દરેક મુશ્કેલી દૂર કરે . છે શ્રી રામનવમી પર શ્રી રામના ૭ મંત્ર તમારી મુસીબતો દૂર કરશે. .
( ૧) ‘ રામ ’ આ મંત્ર કોઈપણ જગ્યાએ બોલી શકાય છે કોઈપણ સમયે બોલી શકાય છે મહામંત્ર છે જીવનની મુસીબત દૂર કરે છે શાંતિ આપે છે !
(૨)‘ રાં રામાય નમઃ આ મંત્ર ના જાપ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે
(૩) ‘ રામચંદ્રાય નમઃ આ મંત્રના જાપથી જીવનના ક્લેશ દુર થશે
(૪) ૐ રામભદ્રાય નમઃ ‘ કાર્યની સિધ્ધિ માટે પ્રભાવી મંત્ર (૫). ‘ ૐ નમો ભગવતે રામચંદ્રાય’ આ મંત્ર આપત્તિનું નિવારણ થશે.
( ૬) ‘ શ્રી રામ જય રામ જય – જય રામ ‘ આ મંત્ર શુભ મનોકામના માટે
(૭). ‘ શ્રીરામ ગાયત્રી મંત્ર’- ‘ ૐ દશરથાય વિમહે સીતા વલ્લભાય ધીમહિ તન્નો રામ: પ્રચોદયાત ‘…
સર્વ કાર્ય સિદ્ધ માટે છે જ્યોતિષ રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે કોઈપણ વ્યક્તિ ભાઈઓ બહેનો બધા જ આ મંત્ર જપી સકે છે. રામનવમી ના દિવસે શ્રી રામચંદ્ર ભગવાન નુ સ્થાપન કરી પૂજન કરી અને આ મંત્ર જપ નુ અનુષ્ઠાન કરવું ઉત્તમ ફળદાય છે તે ઉપરાંત દરરોજ પણ આ મંત્ર જયનુ અનુષ્ઠાન કરી શકાય છે સાથે રામનવમીના દિવસે રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો પણ ઉત્તમ છે