‘અબતક’ની મુલાકાતમાં આયોજકોએ કાલની શોભાયાત્રાની વિગતો સાથે ભાવિકોને ધર્મલાભ લેવા કર્યું આહવાન
રાજકોટમાં ભગવાન રામના જન્મને વધાવવા તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રામ યુવા ગ્રુપ દ્વારા રામનવમી એ યોજનારી શોભાયાત્રા અંગે મુલાકાતે આવેલા રામ યુવા ગ્રુપના મુખ્ય આયોજક સંજયભાઈ ખીરસરીયા, જય ભાઈ ભાલોડી પ્રસાદ ભાઈ પાડલીયા કેવિનભાઈ ફળદુ આકાશભાઈ ભેંસદડીયા એ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ યુવા ગ્રુપ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે, ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમી ના દિવસે આવતીકાલે 30 માર્ચના રોજ સાંજે 4:30 વાગે સૂર્યમુખી હનુમાનથી ભવ્ય શોભાયાત્રા નો પ્રારંભ થશે જે અંબા ધામ મંદિરે જય સાંજે 8:30 વાગે પૂર્ણ થશે.
આ શોભાયાત્રામાં 150 થી વધુ બાઈક /મોટરો સહિતના વાહનોનો વિશાળ કાફલો અને ભગવાન રામચંદ્રજી ના જીવન સાથે સંકળાયેલા પ્રસંગોની ઝાંખીના ફલોટ ના દર્શન નો ભાવિકોને ધર્મલાભ મળશે .શ્રીરામ યુવા ગ્રુપ દ્વારા અંબિકા ટાઉનશીપ થી લઇ રાજનગર ચોકમાં આવેલ સૂર્યમુખી હનુમાન મંદિર સુધીના તો ભાઈ યાત્રાના સમગ્ર રૂપ ઉપર બેનરો હોલ્ડિંગ ધજા પતાકા અને સુશોભન થી રામમય માહોલ ઉભો કરવામાં આવ્યો છે આ ભવ્ય શોભા યાત્રા માં લોકોને પડવા આહવાન કરવામાં આવ્યું છે.