ગુજકેટ પરીક્ષા આગામી તા. 3 એપ્રિલના રોજ જૂનાગઢ શહેરના 14 કેન્દ્રો પર લેવાનાર છે ગુજકેટ પરિક્ષા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ/ભય વિના પરીક્ષા આપે, આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓના ભાવી પર અસર ન પડે તે માટે કોપીરાઇટ, ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઇંગ મશીન દ્વારા ન થાય તથા તે પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી. બાંભણિયાએ જૂનાગઢ ખાતેના પરીક્ષા કેન્દ્રો તથા આસપાસના વિસ્તારમાં તા. 3/4/2023 ના રોજ સવારના 9-00 થી બપોરના 17-00 કલાક સુધી પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.
ગુજકેટની પરીક્ષા કેન્દ્રોની આસપાસ 200 મીટર વીસ્તાારનાં કોઇપણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિં, પરીક્ષા કેન્દ્રાની આસપાસનાં 200 મીટરના વિસ્તારમાં કોપીઇંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વયવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ મશીન ધારકોએ તેમના કોપીંગ મશીન ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તાવેજો, કાગળોની નકલો કાઢવી નહીં.
પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી નોકરોએ પરીક્ષા સબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ અથવા ઇલેકટ્રોનીક આઇટમ જેવી કે મોબાઇલ ફોન, પેજર, કેલ્કયુલેટર, પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો લઇ જવા નહીં કે મદદગારી કરવી નહીં. કોઇ પણ ઇસમે કોઇપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાન્તી અને લેખન કાર્યમાં અડચણ/ધ્યાનભંગ થાય તેવું કૃત્યી કરવું/કરાવવું નહીં તેવા પ્રતિબંધાત્મક આદેશો અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જૂનાગઢ દ્વારા જારી કરાયા છે.