ચૈત્ર શુદ નોમ ને ગુરુવાર તા 30.3.23 આ દિવસે રામ નવમી અને સ્વામિનારાયણ જયંતિ પણ છે… આ દિવસે સિદ્ધિયોગ તથા રવિયોગ છે પંચાંગ માં સિદ્ધિયોગ અને રવિયોગ વાળા દિવસને શુભ માનવામાં આથી આ દિવસ ઉત્તમ છે
શ્રી રામ ભગવાનનું પૂજન
રામ નવમીના દિવસે બપોરે 12 વાગ્યે શ્રીરામચંદ્ર ભગવાનનું પુજન કરવું ઉત્તમ છે . એક બાજોઠ કે પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર શ્રીરામચંદ્ર ભગવાનની છબી પધરાવી . છબીની બાજુમાં દિવો કરવો . ભગવાનને ચંદન નુ તિલક ચોખા કરી પોતે પણ ચાંદલો કરવો . ભગવાનને ફુલ અર્પણ કરવું . ચોખા , અબીલ , ગુલાલ અર્પણ કરવા . નૈવેધમાં પંજરી ધરાવી , ફળ ઘરાવા આ બધી પુજા કરતા કરતા શ્રીરામ નામ ઘરના બધા જ સભ્યોએ લેતા રહેવું . ત્યારબાદ રામ ભગવાનની આરતી ઉતારી અને ક્ષમાયાચના માંગવી . . આ દિવસે સાથે લક્ષ્મણજી અને સિતાજીનું પણ પુજન કરવું ઉત્તમ છે . રામ નવમીના દિવસે બપોરે અભિજીત મુર્હુત 12.26 થી 1.15 સુધી તેમાં પણ શ્રીરામ ચંદ્ર ભગવાનનું પુજન કરવું ઉત્તમ છે .
શ્રી રામ નામનું મહત્વ
શ્રી રામ શબ્દમાં ત્રણ અક્ષર છે . 2 અ મ “2 એટલે અગ્નિનું બીજ જે અશુભ કર્મને બાળે છે. અ એટલે સુર્યનું બીજ તે અહંકાર નાશ કરે છે અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે, મ એટલે ચંદ્રનું બીજ આધી વ્યાધી અને ઉપાધી હરી લે છે ” . રામ નામ ૐકાર સમાન છે . બીજા બધા મંત્ર જાપ બોલવામાં નીતિ નિયમ છે ફક્ત રામ નામ ના મંત્ર મા જ એવો છે કે જે કોઈપણ જગ્યાએ કોઈ પણ સમયે બોલી શકાય છે ઘર પૂજા મંદિર અને સ્મશાનમાં પણ બોલી શકાય છે રામનવમી ના દિવસે ઉપવાસ અથવા એકટાણું – કરવું . રામ નામનું લેખન કરવું.
શ્રીરામના 7 સૌથી સરળ મંત્રોમાં છે દરેક મુશ્કેલી દૂર કરે છે શ્રી રામનવમી પર શ્રી રામના 7 મંત્ર તમારી મુશિબતો દૂર કરશે.
શ્રીરામ નવમી ના દિવસે આ મંત્રના જાપ કરવાથી મળે છે ઉત્તમ ફળ
‘ રામ ’ આ મંત્ર કોઈપણ જગ્યાએ બોલી શકાય છે કોઈપણ સમયે બોલી શકાય છે મહામંત્ર છે જીવનની મુસીબત દૂર કરે છે શાંતિ આપે છે
‘ રાં રામાય નમ: આ મંત્ર ના જાપ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે
’ રામચંદ્રાય નમ: આ મંત્ર ના જપ થી જીવન ના ક્લેશ દૂર થાય છે
ૐ રામભદ્રાય નમ: ’ કાર્યની ખેતી માટે પ્રભાવી મંત્ર છે
‘ ૐ નમો ભગવતે રામચંદ્રાય ’ આ મંત્ર આપત્તિના નિવારણ છે
‘ શ્રી રામ જય રામ જય – જય રામ ’ આ મંત્ર શુભ મનોકામના માટે
‘ શ્રીરામ ગાયત્રી મંત્ર’- ‘ ૐ દશરથાય વિમહે સીતા વલ્લભાય ધીમહિ તન્નો રામ: પ્રચોદયાત ’…સર્વ કાર્ય સિદ્ધ માટે છે
કોઈપણ વ્યક્તિ ભાઈઓ બહેનો બધા જ આ મંત્ર જપી સકે છે. રામનવમી ના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનનુ સ્થાપન કરી પૂજન કરી અને આ મંત્ર જપ નુ અનુષ્ઠાન કરવું ઉત્તમ ફળદાય છે તે ઉપરાંત દરરોજ પણ આ મંત્ર જપ નુ અનુષ્ઠાન કરી શકાય છે સાથે રામનવમીના દિવસે રામરક્ષા સ્તોત્ર નો પાઠ કરવો પણ ઉત્તમ છે
શ્રી રામચંદ્ર ભગવાનને પંજરી પ્રસાદનું મહત્વ
ભગવાન શ્રીરામ નો જન્મ હોય કે કૃષ્ણ જન્મ હોય જન્મ ઉત્સવમાં પંજરી ધરાવવાનું મહત્વ વધારે છે પંજરી માં ધાણા સાકર અને નાળિયેરી આવે છે જે શુભ સૂચક છે અને એક માન્યતા પ્રમાણે ભગવાનને પંજરી બહુ પ્રિય હતી આથી પણ પંજરી ધરાવવાનું મહત્વ છે સાથે પંજરી મા ઠંડક ના ગુણ વધારે છે સાથે પાચન માટે પણ ઉત્તમ છે જે આરોગ્યની દ્રષ્ટિએ પણ સારી છે આમ ભગવાનને પંજરી ધરાવવાનું મહત્વ વધારે છે