પાંચમી લહેરની સંભાવના વચ્ચે
અમદાવાદમાં કોવિડ વાયરસનાં સંક્રમણ જેટ ગતિએ વધ્યું: વધુ 109 લોકો સંક્રમિત
સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના 84 કેસ પોઝિટિવ: મોરબી અને રાજકોટમાં સમસ્યા વધી
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઇ કાલે એક દિવસમાં જ વધુ 316 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં અમદાવદામાં કોરોના ફરી જેટ ગતિએ વધતો દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં ગઇ કાલે 109 લોકો કોરોના સંક્રમણમાં ફસાયા હતા. જયારે સૌરાષ્ટ્રમાં પણ ગઇ કાલે વધુ 84 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં મોરબી અને રાજકોટમાં સતત વધતા જતા પોઝિટિવ કેસના કારણે ચિંતાનો વ્યાપ વધ્યો છે.
ગુજરાતમાં કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો એક્ટિવ કેસની સંખ્યા 2000ની નજીક પહોંચીને 1976 થઈ છે. જેમાંથી 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1966 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,68,053 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11,053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં વધુ 109 કેસ અને જિલ્લામાં 2 દર્દીઓ વાયરસનાં ઝપટે ચડ્યા છે. તો 92 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સુરતમાં નવા 34 કેસ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં વધુ 30 કેસ સામે આવ્યા છે. મોરબીમાં નવા 23 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 19 કેસ નવા નોંધાયા છે. વડોદરામાં 29 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં નવા 12 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં વધુ 12 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 8 કેસ નોંધાયા છે. કચ્છમાં 7 કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં 5 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, ભરૂચમાં 4 કેસ, જામનગરમાં 5 કેસ, આણંદમાં 2 કેસ, ખેડામાં 2 કેસ, નવસારીમાં 2 કેસ, પાટણમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2 કસે, બનાસકાંઠામાં 1 કેસ અને મહિસાગરમાં 1 કેસ નોંધાયો છે.
તો બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો વ્યાપ વધતો દેખાઈ રહ્યો છે. જેમાં ગઇ કાલે સૌરાષ્ટ્રમાં વધુ 84 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યના અરવલ્લી, જૂનાગઢ અને બોટાદ સહિત 14 શહેરોમાં કોરોના કેસ ન નોંધાતા તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 19 કેસ પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ 25 કેસ નોંધાયા છે અને આ સાથે રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 156 પહોંચી ચુક્યો છે જેમાં 154 દર્દી હોમ આઇસોલેટ છે જયારે 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં નોંધાયેલા 25 પોઝિટિવ કેસમાં 12 મહિલા અને 13 પુરુષનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલ 25 દર્દીઓમાથી એક પણ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 25 પૈકી 12 દર્દીએ વેક્સિનના 3 ડોઝ અને 11 દર્દીએ વેક્સિનના 2 ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે. જયારે 2 દર્દીની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી તે વેક્સીન લેવા માટે એલિજિબલ નથી માટે વેક્સીન ન લીધી હોવાનું સામે આવ્યું છે.
જામનગર: એક ઉદ્યોગપતિ વધુ ચાર પોઝિટિવ કેસ
જામનગર શહેરમાં કોરોનાના મામલે ગઈકાલે એક દિવસની બ્રેક પછી આજે વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે તમામ દર્દીઓને હોમ-આઈસોલેશન માં રાખવામાં આવ્યા છે. જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 35 વર્ષના એક યુવાન,ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ મહિલા, બેડી વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવાન અને મેહુલ નગર વિસ્તારમાં રહેતા એક ઉદ્યોગપતિ સહિત ચાર દર્દીઓના કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જોકે તમામને હોમા આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેઓના પરિવારના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જોકે તમામના રિપોર્ટ નેગેટિવ મળ્યા છે. હાલમાં જામનગર શહેરમાં કોરોનાના કુલ 20 એક્ટિવ કેસ છે, જ્યારે અગાઉ સંક્રમિત બનેલા એક દર્દીને કોરોના મુક્ત જાહેર કરાયા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે કુલ 143 કોવિડ સેમ્પલો લેવામાં આવ્યા હતા જે પૈકી ચારના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ નથી.