કથાના સાતમાં દિવસે કંશવધ અને શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ નિહાળવા ભાવિકો ઉમટયા: આજે અંતિમ દિવસે સુદામા ચરિત્ર પરિક્ષિત મોક્ષ અને કથા વિરામ પ્રસંગોનું સંગીતમય રસપાન કરાવાશે
સખી મંડળ દ્વારા સોજીત્રાનગર ચોકમાં, પાણીના ટાંકા પાસે શ્રી સોમનાથ મંદિર સામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમૂહ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા સાત દિવસથી ભાગવત સપ્તાહનો ભાવિકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે. ગઈકાલે કથાના સાતમાં દિવસે યુવા કથાકાર નિતીનભાઈ આચાર્યે પોતાની માધુર્યવાણીની કંસવધ તેમજ શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહના પ્રસંગોને સંગીતમય ભક્તિપૂર્ણ રસપાન કરાવ્યું હતું. કથાના સાતમાં દિવસે હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડયા હતા. આજે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમૂહ જ્ઞાનયજ્ઞનો અંતિમ દિન છે. આજે સાંજે ૩ કલાકથી સુદામાં ચરિત્ર, પરિક્ષિત મોક્ષ સહિતના પ્રસંગોનું રસપાન કરાવવામાં આવશે. તેમજ સાંજે ૭ કલાકે કથાનો ભક્તિભાવપૂર્વક વિરામ કરવામાં આવશે. કથાના અંતિમ દિને કથા શ્રવણનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.