શોભાયાત્રામાં 50થી વધારે સાધુ સંતો તેમજ 150થી વધારે ટુ વ્હીલર જોડાશે
રાધેશ્યામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા .30 03-2023 , ગુરૂવારના રોજ રાધેશ્યામ ગૌશાળા, રૈયાધાર, તથા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી નાણાવટી ચોકથી સવારે 8-30 વાગ્યે યાત્રા પ્રસ્થાન કરશે. અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજુભાઈ ઉમરાણીયા જણાવ્યું હતુ કે,
નાણાવટી ચોકથી રૈયા ચોકડી, કનૈયા ચોક, આમ્રપાલી, કિસાનપરા ચોક, રેસકોર્ષ ચોક, ફૂલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ, જયુબીલી ચોક, ત્રિકોણ બાગ, બાલાજી મંદીર, આશાપુરા મંદિર, ગુંદાવાડી , કેવડાવાડી અને સોરઠીયાવાડીએ શોભા યાત્રા પૂર્ણ થશે . યાત્રામાં 50 થી વધારે સાધુ સંતો, અલગ અલગ ધાર્મિક સંગઠનો, યુવક મંડળ, રાસમંડળ, તથા નાના બાળકો હનુમાનજી રામના પાત્રમાં જોવા મળશે .
યાત્રામાં 60 થી 70 નાના – મોટા વાહનોમાં મૂર્તિના દર્શન કરવામાં આવશે. યાત્રાનો મુખ્ય રથ રામદરબારનો રહેશે. 150 થી વધારે ટુ — વ્હીલર રહેશે. રૂટમાં અલગ અલગ જગ્યાએ શરબત તથા ઠંડા પીણા, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. રાધેશ્યામ ગૌશાળા ધ્વારા વર્ષ દરમ્યાન અનેક કાર્યક્રમો ઉજવવામાં આવે છે. દરરોજ સાંજે 500 થી 600 બાળકોને બટુકભોજન કરાવવામાં આવે છે. યાત્રાને સફળ બનાવવા માટે હીતેષભાઈ બોરીચા, રાજુભાઈ ભટ્ટી, શૈલેષભાઈ ચાવડા, વિપુલભાઈ ભટ્ટી, સંજયભાઈ નકુમ અને રાજેશભાઈ પંડયા જહેમત ઉઠાવી રહયા છે.
અબતકની શુભેચ્ચા મુલાકાતે રાધેશ્યામ બાપુ, રાજુભાઈ ઉમરાણીયા, કનૈયાલાલ રાવલ, પ્રવીણદાદા, સવજીભાઈ બોરીચા, કિશોરભાઈ ઉપસ્થિત રહ્યા હતા.