૨૮ માર્ચ ૨૦૨૩ મંગળવારની સાંજે સૂર્યાસ્ત સાથે આકાશમાં સુંદર ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે અને પાંચ ગ્રહોને એક સાથે જોઈ શકાશે આ માટે કદાચ દૂરબીનનો ઉપયોગ કરવો પડે પરંતુ આ ઘટના ખગોળીય રીતે મહત્વ ધરાવે છે અને જ્યોતિષમાં પણ આ પેટર્નનું ખાસ મહત્વ છે. પાંચ ગ્રહોમાં શુક્ર સૌથી તેજસ્વી દેખાય તેવી શક્યતા છે. બુધ અને ગુરુ ક્ષિતિજની નજીક જોઈ શકાય છે. આ સમય દરમિયાન યુરેનસને વધુ અંતરને કારણે જોવામાં મુશ્કેલી પડી શકે છે. મંગળ અને ચંદ્ર ખૂબ નજીક જોવા મળશે.
હાલમાં જયારે સૂર્ય બુધ ગુરુ મીન રાશિમાં ચાલી રહ્યા છે અને ચંદ્ર મંગળનો માંગલ્યયોગ મિથુન રાશિમાં થઇ રહ્યો છે ત્યારે શુક્ર રાહુની યુતિ મેષ રાશિમાં થઇ રહી છે જે અવકાશમાં એક અલગ જ ભાત રચે છે તેની વચ્ચે મંગળ બુધ ગુરુ શુક્ર યુરેનસને આ રીતે આકાશમાં જોવા અલૌકિક બનશે.
રાશિ મુજબ જોઈએ તો આ નજારો જોવામાં જેમ મનભવન છે એમ જ કેટલીક રાશિને ખુબ લાભ કરનાર બનશે ખાસ કરી ને મીન રાશિ કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિ જે બધી અત્યારે પનોતીની અસરમાં છે તેમને થોડી રાહત થતી જણાશે અને કન્યા રાશિને લાભ થતો જોવા મળશે.
આ યુતિમાં ઘણા ગ્રહો સક્રિય થતા જોવા મળે છે માટે આ સમયમાં ઘટનાક્રમ તેજી થી આગળ વધશે અને અનેક દેશોમાં કેટલીક બાબતો અચાનક બહાર આવશે વળી ઇઝરાયેલ જેવા રાષ્ટ્રો પણ ફરી ચર્ચામાં આવતા જોવા મળશે અને રાજકીય ગતિવિધિ તેજ થતી જોવા મળશે. મોટી હોસ્પિટલ અને મેડિકલ સંસ્થાનો પર સરકારનો કડપ વધતો જોવા મળશે જયારે વ્યાપાર વાણિજ્યમાં પરિસ્થિતિ સુધારતા સમય લાગશે મુદ્રાસ્થિતિમાં પણ થોડો ઉતારચઢાવ રહેશે અને આભાસી મુદ્રા બાબતે પણ મોટા સમાચાર આવી શકે છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨