ધોકા – પાઇપ વડે માર મારી વૃદ્ધ માથે ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કરતા સામ સામે ત્રણ મહિલા સહિત 11 સામે નોંધાતો ગુનો
રાજકોટના જાળીયા ગામે રહેતા બે પરિવારો વચ્ચે ઘર પાસે માટી ભરવા બાબતે બોલાચાલી થતાં ઝગડો થયો હતો.જેમાં એક પરિવારના વૃદ્ધ પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કરી સામસામે ધોકા પાઇપ વડે માર મારતા ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં કુવાડવા પોલીસે ત્રણ મહિલા સહિત 11 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
રાજકોટના જાળીયા ગામે રહેતા મંગાભાઈ માયાભાઈ ચાવડા (ઉ.70) તેની વાડીએ પૌત્ર હિતુ સાથે હતા ત્યારે અમારી વાડીના કુવા પાસે અમારા ભાઈનો પુત્ર મનસુખ અને તેના બે પુત્ર જતેન્દ્ર અને પિન્ટુ માટી ભરતા હોય જેની ના પાડતા ત્રણેય શખસોએ ઝગડો કરી માટીતો અહીંથી જ ભરાશે તારે જયા ખીલા મારવા હોય ત્યા મારી લેજે કહી ટ્રેકટર ચડાવી દેવાની કોશીષ કરી હતી પરંતુ તેને આ ખોટુ કરો છો તેમ કહેતા તેને ગળાચીપ આપી લોખડના સળીયા વડે મારકુટ કરતા ત્યાથી પ્રૌત્ર સાથે નાસી જઈ પોલીસમાં ફરીયાદ કરી હતી.
જયારે સામા પક્ષે નવા થોરાળામાં રહેતા જયદેવભાઈ મનસુખભાઈ ચાવડા (ઉ.30) તેના જાળીયા ગામે નદી માંથી રેતી ભરતા હોય ત્યારે કુંટુબીક દાદા મંગાભાઈ સાથે માથાકુટ થઈ હોય જેનો ખાર રાખી મહેશ ચાવડા, શૈલેષ, નરેન્દ્ર, નરેન્દ્રની પત્ની, મહેશની પત્ની, મુકતાબેન, કંચનબેન, પાર્વતીબેન સહીતે લોંખડના પાઈપ વડે હુમલો કરતા તેને ત્યા મારા પિતા મનસુખભાઈ બહેન મમતા ને ઈજા થયાની ફરીયાદ નોધાવતા કુવાડવા પોલીસ મથકના જમાદાર પલાળીયા એ સામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.