કોંગ્રેસે રાહુલ ગાંધીના બચાવમાં અનેક કાયદાકીય મુદ્દાઓ પ્રજા સમક્ષ મુક્યા

રાહુલ ગાંધીની નીતિ હંમેશા ખૂબ જ સ્પષ્ટ  રહી છે, તમે ગમે તેટલી ડરાવવા, ધમકાવવાની કોશિશ કરો, ખોટા કેસ કરો પણ અમારો અવાજ દબાવી શકાશે નહિ : હેમાંગ રાવલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો ક્ધવીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે મહેસાણા ન્યાયાલય ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે “કોંગ્રેસ પાર્ટીની અને રાહુલ ગાંધીની નીતિ હંમેશા ખૂબ જ સ્પષ્ટ રહી છે, તમે ગમે તેટલી ડરાવવા, ધમકાવવાની કોશિશ કરો, ખોટા કેસ કરો પણ અમારો અવાજ દબાવી શકાશે નહિ. રાહુલ ગાંધી આ દેશના સળગતા સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર બોલવાનું અને અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે”

બદનક્ષી વિશે કાયદામાં એક સિધ્ધાંત છે, અને તે એ છે કે તમારે ઓછામાં ઓછા કથિત રીતે ચોક્કસ વ્યક્તિ અથવા ચોક્કસ વસ્તુની બદનક્ષી કરવી જોઈએ. તમે વ્યાપક મુદ્દા વિશે બદનક્ષી કરી શકતા નથી. એવા વિષય વિશે કે જેમાં કોઈ સ્પષ્ટતા નથી, કોઈ ચોક્કસ વ્યક્તિ વિરુદ્ધ કોઈ આરોપ નથી. જો તે આક્ષેપો અસ્પષ્ટ હોય, વધુ વ્યાપક હોય તો તેને બદનક્ષી કહી શકાય નહીં.જે બાબતોને પડકારવામાં આવી હોય તે અંગે કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈ ફરીયાદ દાખલ કરવામાં આવી નથી. જે પણ નામો લેવામાં આવ્યા છે, જે કંઈ પણ કહેવામાં આવ્યું છે, તેમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી નથી. તે પણ બદનક્ષીના કાયદાનો ખૂબ જ અભિન્ન ભાગ છે કે જે વ્યક્તિની બદનક્ષી થઈ છે તેણે ફરિયાદ નોંધાવવાની હોય છે અને તેણે જણાવવાનું હોય છે કે કોઈ ચોક્કસ વ્યક્તિના નિવેદનને કારણે આ વ્યક્તિની કેવી રીતે બદનક્ષી થઈ છે.

આ ફરિયાદ તેમાંથી કોઈની નથી.આ કેસમાં કરવામાં આવેલ ફોજદારી કેસની કાર્યવાહી કરતી વખતે, દુષ્ટતાનો ખોટો ઈરાદો સાબિત કરવો જરૂરી છે. જો તમે કોલારનું ભાષણ જુઓ છો, તો તે જનહિત વિશે, રાજકારણ વિશે, મોંઘવારી વિશે, બેરોજગારી વિશે છે. તેમાં કોઈપણ વ્યક્તિ પ્રત્યે દ્વેષની લાગણી નથી. જ્યાં સુધી સંપૂર્ણ સંદર્ભથી આવી દ્વેષની લાગણી સાબિત ના થાય ત્યાં સુધી ગુનો કરવામાં આવ્યો છે એવું કહી શકાય નહી. આ કેસમાં સંપૂર્ણ રીતે સાબિત થઈ શકતું નથી કારણ કે સંદર્ભ સંપૂર્ણપણે અલગ હતો.આ બાબતો હવે અમોએ વિગતો તપાસવાની છે, પણ અત્યાર સુધી જે હકીકતો મળી છે તે મુજબ, આ બાબત તે લાંબા સમયથી મેજિસ્ટ્રેટ સમક્ષ હતી.

જ્યારે તે ત્યાં હતાં ત્યારે અરજદાર, ફરિયાદી ઉચ્ચ અદાલત, હાઈકોર્ટમાં ગયા અને આ સમગ્ર પ્રક્રિયા પર સ્ટે લઈ લીધો, લાંબા સમય સુધી, ઘણા મહિનાઓ સુધી તેને અટકાવી દીધી. જ્યારે જે તે વ્યક્તિની બદલી કરવામાં આવી હતી, તે હોદ્દા પરથી દૂર કરવામાં આવી હતી, પછી આ અરજી જે ઉચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી તે પાછી ખેંચી લેવામાં આવી હતી અને એક અલગ મેજિસ્ટ્રેટ સમક્ષ પાછી આવી હતી જ્યાંથી હવે આ નિર્ણય આવ્યો છે. તેથી અમે તેની તારીખો, આ પ્રક્રિયાને પણ ધ્યાનપૂર્વક જોઈશું કે આ ન્યાયિક પ્રક્રિયા યોગ્ય રીતે થઈ છે કે નહીં. પરંતુ પ્રાથમિક દૃષ્ટિકોણથી, આ મુદ્દો હજી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સુરતમાં ફરિયાદ નોંધાઇ તે કલમ 202નો સીધો ભંગ

હેમાંગ રાવલે જણાવ્યું કે કાયદામાં 202 નંબરની જોગવાઈ છે, જોગવાઈ 202 ખાસ તેમના માટે બનાવવામાં આવી છે કે જો ઘટના કોલારમાં બની હોય અને તમે ત્રિવેન્દ્રમમાં આવીને ફરિયાદ નોંધાવો. આ ઘટના કોલારમાં બની હતી અને તમે શ્રીનગરમાં આવીને ફરિયાદ નોંધાવી હતી, પછી કોઈપણ મેજિસ્ટ્રેટ તેને શરૂ કરતા પહેલા તપાસ કરશે, તે સંપૂર્ણપણે અધિકારક્ષેત્રની અંદર છે કે નહીં તે એક પ્રશ્ન છે. એમાં જોગવાઈ 202નો સીધો ભંગ કરવામાં આવ્યો છે. સુરતના મેજિસ્ટ્રેટે જે આસાનીથી આ મામલે કાર્યવાહી કરી અને પછી કોલારના નિવેદન અંગે નિર્ણય આપ્યો તે કાયદાકીય રીતે અત્યંત વાંધાજનક અને પ્રશ્નાર્થ છે, જેનું અમે વિશ્લેષણ કરીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.