શાસ્ત્રી મેદાન ખાતે હસ્તકલા હાટ મેળાનો શુભારંભ કરાવતા મેયર
રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ આધારિત આ હસ્તકલા હાટ નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એન.ઇ.એચ.એચ.ડી.સી) તથા ટ્રાફેડના સંકલનથી યોજવામાં આવ્યો છે જેનો શુભારંભ રીબીન કાપીને તથા દિપ પ્રાગટ્ય વડે રાજકોટ મહાનગરપાલિકા મેયર ડો. પ્રદિપ ડવના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ હસ્તકલા હાટમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા મળીને કુલ 8 રાજયોના કારીગરો શીતલ પટ્ટી, કેન એન્ડ બામ્બુ, મોતીકામ, બ્લેક સ્મિથ, ડ્રાય ફ્લાવર બાસ્કેટ ટ્રે, જ્યુટ-વુડન વર્ક, જ્વેલરી, ડોલ એન્ડ ટોઝ તેમજ ટેક્ષટાઇલ હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફ્ટની વિવિધ કલા-કારીગરીના નમુનાઓ રજુ કર્યા છે. 50થી વધુ સ્ટોલમાં ગુજરાત રાજ્યના માટી કામ, કચ્છી બાંધણી, અજરખ બ્લોક પ્રીન્ટ, કચ્છી એમ્બ્રોઇડરી, લેધર વર્ક, બીડ વર્ડ, ડબલ ઇકત પટોળા, કચ્છી શાલ, હેન્ડલૂમ વસ્તુનું વણાટ, સાડી- દુપટ્ટા-શાલ વુલન- હેન્ડલૂમ વસ્તુઓ, પેચ વર્ક, મીનાકારી વર્ક, મોતીકામ, ગૃહ સુશોભનની વગેરે હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજ-વસ્તુઓનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા ગરવી ગુર્જરી એમ્પોરીયમનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે. આ મેળાનું આયોજન વડોદરાનું ઇ.ડી.આઇ.આઇ, રાજકોટનું ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. તથા અમદાવાદ અને માધવપુર (પોરબંદર) દ્વારા સંયુકતપણે કરાયું છે. 28 માર્ચ સુધી ચાલનારા આ હસ્તકલા હાટની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા રાજકોટની જનતાને ઇન્ડેક્ષ્ટ-સી અને ઇ.ડી.આઇ.આઇ દ્વારા ભાવભર્યો અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ઇન્ડેક્ષ્ટ-સીના અધિકારી આર.આર.જાદવ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રાજકોટના જનરલ મેનેજર શ્રી કિશોર મોરી સહિતના આધિકારીશ્રીઓ અને રાજકોટની જનતા ઉપસ્થિત રહ્યા હતા.
અરુણાચલ પ્રદેશ બાબી રિબાની કલાને બિરદાવતા રંગીલા રાજકોટવાસીઓ
રંગીલા રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે 26 માર્ચથી ત્રિદિવસીય હસ્તકલા હાટમાં એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ આધારિત નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં સ્ટોલ ધરાવતા બાબી રિબા જેઓ અરુણાચલ પ્રદેશથી આવેલા છે. તેઓ છેલ્લા 13 વર્ષથી હાથ વણાટ સાથે જોડાયેલ આવા પ્રદર્શનથી તેવો અનેક શહેરોમાં જઈ પોતાની કલાને લોકો સુધી પહોંચાડી શક્યા છે. તેઓ હાથવણાટ કરેલા શાલ-કોટનું વેચાણ કરે છે. રંગીલા રાજકોટના લોકોને તેઓની કળા ગમી અને તેને બિરદાવવામાં આવી જેનાથી તેઓ ખુશ છે. સરકારશ્રીના આ પ્રદર્શનના માધ્યમથી રોજગારી ઉભી થાય છે તેમજ ખુબ સરસ રીતે મેળામાં આયોજન તેમજ ભોજન પણ આપવામાં આવે છે, તેઓ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉતર પૂર્વના રાજ્યોની કલા સંસ્કૃતિ માણવાનો ઉમદા પ્રયાસ એટલે હસ્તકલા હાટમેલા: ડો.પ્રદિપ ડવ
રાજકોટ મેયર ડો પ્રદીપ ડવએ અબતક સાથે થયેલી વાતચીતમા જણાવ્યું કે રાજકોટના આંગણે ભારતીય હસ્તકલા હાટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 8 રાજ્યોના અંદાજિત 50 થી વધું સ્ટોલો રાખવામાં આવ્યાં છે.તેમજ અન્ય રાજ્યની સાથે જ સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લામાંથી આ પ્રદર્શનના ભાગ લીધો છે. જે સ્થળની હસ્તકલામાં ખાસિયત હોય તે આ પ્રદર્શનમાં ભાગ લીધો છે. દેશમા અલગ અલગ રાજ્યની જે પ્રખ્યાત હસ્તકલા છે. તે કલાનું રાજકોટમાં એકજ સ્થળે હસ્તકલાનું પ્રદર્શન રાખવામાં આવ્યુ છે. હસ્તકલા પ્રદર્શનમાં લોકો વધું ને વધું લાભ લઇ એવી અપીલ કરવામાં આવી છે.
હસ્તકલા હાટ મેળાના પ્રથમ દિવસે 17 લાખથી વધુ રકમનું વેચાણ કરતા કારીગર
વડાપ્રધાનની પ્રેરણાથી એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ આધારિત “હસ્તકલા હાટ” પ્રદર્શન નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન તથા ટ્રાફેડના સંકલનથી યોજાનાર છે, જેનું નિદર્શન અને વેચાણ તા 26-03-2023 થી શરુ થઈ ગયું છે. જેમાં પ્રથમ દિવસે ઉત્તર પૂર્વના 48 કારીગરોએ રૂ. 6,67,517/- નું વેચાણ, ગુજરાતના 45 કારીગરોએ રૂ. 8,42,830/- નું વેચાણ અને લાઈવ ડેમોના 10 કારીગરોએ રૂ. 1,91,500 નું પ્રથમ દિવસુ વેચાણ કર્યું છે. આમ જોતા કૂલ 103 કારીગરોએ પ્રથમ દિવસે રૂ. 17,01,847/- નું વેચાણ કર્યું છે.