બીસીસીઆઈએ કોન્ટ્રાકટ લિસ્ટ જાહેર કર્યું : કુલ 26 ખેલાડીઓ માંથી 5 ખેલાડીઓ ભારતીય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રવિવારે 2022-23 સિઝન માટે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ 26 ક્રિકેટરોને રિટેનશિપ સોંપી છે. બીસીસીઆઈ ચાર કેટેગરીમાં પ્લેયર્સને કોન્ટ્રાક્ટ આપે છે. એ પ્લસ કેટેગરીવાળા ખેલાડીઓને સાત કરોડ, એ કેટેગરીવાળા ખેલાડીઓને પાંચ કરોડ, બી કેટેગરીનાને 3 કરોડ અને સી કેટેગરીવાળા ખેલાડીને 1 કરોડ રુપિયા મળે છે. સેન્ટ્રલ કોન્ટ્રાકટમાં સર જાડેજા હવે અ+ બની ગયો છે.
રવિન્દ્ર જાડેજાએ ઘાયલ થયા બાદ જે રીતે વાપસી કરી હતી તેને જોઈ તેને પ્રોમોસન આપવામાં આવ્યું હતું. તેની અનુપસ્થિતિમાં અક્ષર પટેલે બોલિંગ અને બેટિંગમાં જોરદાર પરફોમન્સ આપ્યું હતું. તેની વાપસી બાદ અક્ષર સતત સારુ કામ કરી રહ્યો છે. આ જ કારણે તેને બીમાંથી એ કેટેગરીમાં પ્રમોટ કરવામાં આવ્યો છે. આ સાથે જ બીસીસીઆઈ સ્પષ્ટતા કરી છે કે, જાડેજાની વાપસી બાદ અક્ષર પટેલની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
A+ પ્લેયરોની યાદી
- રોહિત શર્મા
- વિરાટ કોહલી
- જસપ્રીત બુમરાહ
- રવિન્દ્ર જાડેજા
A પ્લેયરોની યાદી
- હાર્દિક પંડ્યા
- આર. અશ્વિન
- મોહમ્મદ શામી
- રિસભ પંત
- અક્ષર પટેલ
B પ્લેયરોની યાદી
- ચેતેશ્વર પુજારા
- કે.એલ રાહુલ
- શ્રેયસ ઐયર
- મોહમ્મદ સીરાજ
- સૂર્યકુમાર યાદવ
- શુભમન ગિલ
C પ્લેયરોની યાદી
- ઉમેશ યાદવ
- શિખર ધવન
- શાર્દુલ ઠાકુર
- ઈશાન કીશન
- દિપક હુડા
- યઝુવેન્દ્ર ચહલ
- કુલદીપ યાદવ
- વોસિંગટન સુંદર
- સંજુ સેમસન
- અર્શદીપ સિંહ
- કે.એસ ભરત