કેન્દ્ર અને રાજય સરકારની યોજનાનો યોગ્ય લાભાર્થીને લાભ મળે તે માટે પ્રયાસ કરવા કાર્યકરોને સી.આર.પાટીલની અપીલ
લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ સતત ત્રીજી વખત તમામ 26 બેઠકો પર શાનદાર વિજય મેળવશે.હરીફ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થશે તેઓ અડીખમ વિજય વિશ્વાસ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વ્યક્ત કર્યો હતો.નવસારીના ગણદેવી ખાતે શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને તાલુકા ભાજપ દ્વારા આયોજીત શ્રમ કાર્ડ વિતરણ કાર્યક્રમ નવસારીના સાંસદ તેમજ પેજ કમિટના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ તકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર્ભાઇ મોદી પર ફરી વિશ્વાસ મુકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી મતો આપી વિજતા કર્યા છે તે બદલ કાર્યકરો અને જનતાનો આભાર માનુ છું.વિઘાનસભા ચૂંટણીમાં જીતનો શ્રેય પેજ કમિટી અને પેજ પ્રમુખના શિરે જાય છે. વિધાનસભાની ચૂંટણી હોય કે નગર પાલિકા,મહાનગર પાલિકા, તાલુક પંચાયતની ચૂંટણી હોય ભાજપના કાર્યકરો પેજ કમિટીના લીધે અને જનતાની સેવા કરે છે તેના કારણે જનતા ભાજપને ચૂંટણીમાં મત આપે છે. કોંગ્રેસ પાર્ટી પણ હવે પેજ કમિટિનું ગણિત સમજવાનો પ્રયાસ કરી રહી છે પરતુ તેના માટે કાર્યકરોની ફોજ હોવી જરૂરી છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે ,આવનાર લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતની 26 માંથી 26 બેઠકો પરથી વિરોધી ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થાય અને દરેક ઉમદેવાર પાંચ લાખથી વધુ લીડથી જીતશે અને ગુજરાતથી ભારે મતોથી કમળ વિજય બનાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહના હાથ મજબૂત કરવાના છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી જીતી જનતાની સેવા કરે છે અને કારણે જનતા આપણે મત આપે છે. ભાજપની કેન્દ્રની અને રાજયની સરકાર છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તેના ઉત્થાન માટે મહેનત કરે છે અને એટલે જ આપ સૌ દરેક યોજનાને યોગ્ય લાભાર્થી ને લાભ મળે તે માટે પ્રયાસ કરજો. આ કાર્યક્રમમાં પ્રદેશ જીલ્લા પ્રમુખ ભુરાભાઇ શાહ,પ્રદેશ મંત્રી શીતલબેન સોની,જીલ્લાના પ્રભારી રણજીતભાઇ, ધારાસભ્ય નરેશભાઇ પટેલ, રાકેશભાઇ દેસાઇ અને જીલ્લા ભાજપ મહામંત્રી અશ્વિનભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા.