ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે માતાના મઢમાં આશાપુરાશકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. માં આશાપુરાનું 19મી સદીનું ભવ્ય તિર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાયકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાન ગાતામાં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા વિશ્ર્વાસ સાથે માઈ ભકતો દર્શન કરવા આવે છે.માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે.
લાખોની સંખ્યામાં માંની માનેલ માનતા અને શ્રધ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે. ચૈત્રી સુદ 7, તા. 28.3.23 મંગળવાર, રાત્રીનાં 9 કલાકે રાજા બાવા યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષ સ્થાને ગોર મહારાજ દેવકૃષ્ણ મુળશંકર જોષી દ્વારા હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોની હોમાદિક ક્રિયા આહુતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્ર્લોક, સંક્રાંતિપાઠ, માના ગરબા ગવાશે.મધ્યરાત્રીએ રાજાબાવા યોગેન્દ્રસિંંહજી રાત્રીના 1 કલાકે ઉગતી આઠમે હવનમાં બીડુ હોમશે.