પાંચમા નવરાત્રી માં માં સ્કંદમાતાની આરાધના થાય છે. સ્કન્દએ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે. કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છે.. અને સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદમાતાના નામે પૂજાય છે. દેવીને ચાર ભુજાઓ છે. તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે.
ત્રીજા હાથે તેમણે ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેયને પકડેલા છે. તથા તેમનો ચોથો હાથ વરદમુદ્રામાં છે. દેવીનું વાહન સિંહ છે. દેવીનો વર્ણ શુભ્ર, સફેદ છે.સંતાનપ્રાપ્તિ માટે ખાસ કરીને માં સ્કંદમાતાની પૂજા થાય છે. જે દંપંતી સંતાનપ્રાપ્તિ ઇચ્છતું હોય તેમણે માતાના આ સ્વરૂપની પૂજા કરવી જોઈએ અને તેમના સ્વરૂપ પર ધ્યાન ધરવું જોઈએ.
અગાઉ લખ્યા મુજબ ૨૦૨૩ અનેક નવા ખુલાસાનું સાલ રહેશે એ મુજબ યુનિવર્સ બાબતમાં સીમાચિહનરૂપ જાણકારીઓ પ્રાપ્ત થઇ રહી છે તો બીજી તરફ યુરેનસની તાજા તસ્વીરોમાં ગ્રહ પર ઘણા વાતાવરણના ફેરફાર જોવા મળી રહ્યા છે અને સૌર તોફાન પણ ૨૦૨૩માં અનેક ઘટનાઓના પ્રેરક બને છે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકો ફેરફાર નોંધી રહ્યા છે જે આગામી સમયમાં ઘણી બાબતો તરફ ઈશારો કરી રહ્યા છે!! આજરોજ પાંચમું નોરતું છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨