સાગર સંઘાણી
થોડા દિવસ પહેલા રાજ્યમાં એક ugvcl નો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં વીજ કર્મીઓ રસીયો રૂપાળો રંગ રેલીયો ગીત મારફતે વીજ ઉઘરાવવા માટે આવ્યા હતા પરંતુ આ રસીયો રૂપાળો હવે બિલ ભરવાને બદલે મારામારી પર ઉતાર્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આજ રોજ વધુ એક કિસ્સો જામનગરમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં ગ્રીન સિટી વિસ્તારમાં વીજ કનેક્શન કટ કરવા ગયેલા ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ પર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે ફરજમાં રૂકાવટ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારની છે જ્યાં એક વિજ જોડાણ કટ કરવા માટે ગયેલા પીજીવીસીએલના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ પર હુમલો કરી તેઓની ફરજમાં રૂકાવટ કરવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે, અને પિતા પુત્ર સામે ગુનો દાખલ કરાયો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત છે એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર ગ્રીનસીટી વિસ્તારમાં વીજ કનેક્શન કાપવા માટે ગયેલા ના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ મયુરસિંહ કાનભા જાડેજા, કે જેઓ સાથે યજ્ઞેશ રતિલાલભાઈ રાણપરીયા અને તેના પિતા રતિલાલભાઈ રાણપરીયાએ જીભાજોડી કરી હતી. ત્યારબાદ માર મારી તેઓની ફરજમાં રૂકાવટ કરી હતી.
જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો. પોલીસે મયુરસિંહ જાડેજા ની ફરિયાદના આધારે આરોપી પિતા પુત્ર યજ્ઞેશ રતિલાલભાઈ રાણપરીયા અને રતિલાલભાઈ રાણપરીયા સામે આઇપીસી કલમ ૩૩૨,૫૦૪, અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.