નેશનલ ઇન્ટોવર્ટસ વીક એ પરિપ્રેક્ષ્યોને બદલે છે: આંતરિક મનની શકિતનો વિકાસ કરીને બહિમુર્ખી બની શકાય છે: અંતર્મુખી વિશિષ્ટ આંતરિક શકિત ધરાવતા હોય
માણસ એક સામાજીક પ્રાણી છે, તેની બુઘ્ધિ શકિતથી તે તેનો વિકાસ કરી શકે છે. પૃથ્વી ગ્રહ વસતા તમામ માનવીમાં અખુટ શકિત પડેલ હોય છે, જેને ડેવલપ કરીને સંર્વાગી વિકાસ સાધી શકે છે. સુસુપ્ત કલાકે શકિતને પ્રોત્સાહન મળતા તે ખીલી ઉઠતી હોવાથી પરિવારે આ બાબતે સહયોગ આપવો જરુરી છે.
આજે રાષ્ટ્રીય અંતર્મુખી સપ્તાહ યોજાય રહ્યું છે ત્યારે વૈશ્ર્વિક સ્તરે ર0 માર્ચથી ર6 માર્ચ સુધી વિવિધ આયોજનો યોજાય રહ્યા છે સમાજમાં વસતા માનવીમાં કેટલાક અંતર્મુખી કે બહિર્મુખી હોય છે. એનો અર્થ કે માનવીની આંતરિક અને બાહય શકિત ગણી શકાય છે, જેને અંગ્રેજીમાં ઇન્ટ્રોવર્ટસ કહેવાય છે.
અંતરમુખી લોકો વધુ અસરકારક નેતા બની શકે છે, સાથે તેના સર્જનાત્મક અને મહેનતું કાર્ય બળને કારણે તે તેની આંતરિક શકિત સારી રીતે બહાર કાઢી શકે છે.એક વસ્તુએ પણ જોવા મળે છે કે અંતર્મુખીને હમેશા સમાજમાં ફિટ થવા માટે સતત મુશ્કેલીનો અહેસાસ થાય છે, જો કે લોકો કે સમુહ સાથેના નેતા સતત વ્યવહારો, સક્રિયતા તેની ક્ષમતાઓને ખીલવે છે.અંતર મુખી માનવી એવી સિઘ્ધી હાંસલ કરી શકે છે જે બીજા લોકો જોઇ શકતા નથી.
બહિર્મુખી તેના વર્તન દ્વારા સમાજમાં ફિટ થવાની કોશિશ કરતો દબાણ હેઠળ જીવતો જોવા મળી રહ્યો છે. અંતર્મુખી અને બહિર્મુખી આ બે શખ્દો જાણિતા મનોવિજ્ઞાન હાર્લ જંગ દ્વારા લોકપ્રિય બનાવાયા હતા. તેમના સંશોધનો નવા વિજ્ઞાન માટે ઘણા ઉપયોગી છે. માણસની સભાનતા કે અર્ધ જાગૃતતા તત્વોના ઉપયોગ થશી સ્વને અલગ પાડીને જીવનો માનવી કંઇક નોખુ કરવાની ક્ષમતા ધરાવે છે. દરેક માનવીના એકાંત વર્તન, કાર્યના સ્થળોએ, મિત્રો, પરિવાર વિગેરે સાથેના વર્તનમાં ફેર જોવા મળી રહ્યો છે. સકારાત્મક અને નકારાત્મક વલણ પણ આજ બાબતો સાથે સંકળાયેલ છે.
મહત્વકાંક્ષી માનવીની આંતરિક શકિત પાવન ફૂલ હોવાથી તે ધાર્યા પરિણામો મેળવવા સખત મહેનત કરે છે. આજના યુગમાં દરેક માનવીને આપેલ બુઘ્ધિનો ઉપયોગ કરીને સમાજમાં કંઇક અલગ કરીને પોતાની અલગ છાપ વિકસાવવાની છે.કાર્યના સ્થળે કર્મ નિષ્ઠા સાથે અન્યો પાસેથી સતત શિખતા રહીને સ્વવિકાસ કરવો જરુરી છે.