પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાનો વિષય ખૂબ જ પેચીદો છે, ગંભીર છે. આ સિસ્ટમ ફ્રોડ લોકોને પકડવા માટે છે. પરંતુ તેની માટે થઈને સામાન્ય માણસો પણ હેરાન થઈ રહ્યા છે. જે પ્રમાણે નોટબંધીમાં કહેવામાં આવ્યું હતું કે કાળા નાણાં બહાર આવશે પરંતુ પરિણામમાં માત્ર જનતાને હેરાનગતિ જ મળી. વાહન ખરીદતી વખતે, બેંકમાં ખાતું ખોલાવતી, વિધવા પેન્શન માટે, ગેસની બાટલો લેતી વખતે બધે જ પાન કાર્ડ – આધાર કાર્ડ આપવું પડે છે ત્યારે જસદણમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ લીંક કરાવવાના 1000 નહિ પરંતુ 1200 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. ત્યારે આ મામલે જાગૃત નાગરિકો દ્વારા જસદણ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જસદણ એસબીઆઈ બેન્કની બાજુમાં આવેલ SBI સર્વિસ પોઇન્ટમાં પોતાની મનમાની થતી હોય તેવી ઘટના સામે આવી છે જેમાં યુવક ગ્રાહકો પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડને લીંક કરાવવા માટે વધુ રૂપિયા લે છે. જ્યારે લોકો આધારકાર્ડ પાનકાર્ડ લિંક કરાવવા જાય છે ત્યારે 1000ની પહોંચ આપે છે ₹200 બીજા વધારાના લેશે અમુક લોકોને પહોંચ પણ નથી
આ મામલે જસદણના જાગૃત નાગરિકોએ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કહ્યું કે તમારી પાસે લોકો પાસેથી ₹1200 લેવાનો પરિપત્ર હોય તો અમને આપો. આ બાબતે જાગૃત નાગરિકોએ બેંક મેનેજર ને કહ્યું કે કે ખોટા રૂપિયા લેશે ત્યારે બેંક મેનેજરે કહ્યું કે આમાં અમારી જવાબદારી કોઈ જાતની આવતી નથી ત્યારે નાગરિકો દ્વારા જસદણ મામલતદારને પત્ર પાઠવવામાં આવ્યું છે અને કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.