ચૂંટણીના એક દિવસ પૂર્વે આપના ઉમેદવાર ભાજપને સમર્થન આપતા હોવાની બોગસ પત્રિકાઓ વિતરણ કરાઇ હોવાનો આક્ષેપ
ચૂંટણીના એક દિવસ પૂર્વે આપના ઉમેદવાર ભાજપને સમર્થન આપતા હોવાની બોગસ પત્રિકાઓ વિતરણ કરાઈ હોવાના આક્ષેપ સાથે આપના ઉમેદવાર દ્વારા હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવતા હવે જીતુ વાઘાણીને હાઇકોર્ટે તેડું મોકલ્યું છે.
ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ, મંત્રી અને ચાલુ ધારાસભ્ય જીતુ વાઘાણીની જીત સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે. ચૂંટણીના એક દિવસ પહેલાં વહેંચાયેલી પત્રિકા સંદર્ભે આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીતુ વાઘાણીની જીતને પડકારી છે. જે સંદર્ભે હાઇકોર્ટે આજે જીતુ વાઘાણી સહિત કુલ પાંચ લોકો સામે સમન્સ ઇસ્યુ કર્યા છે. ચૂંટણી પહેલાં વહેંચાયેલી પત્રિકાનો ઉલ્લેખ કરાયો છે તેમજ જે તે સમયે આ વિવાદ સંદર્ભે પોલીસ ફરિયાદ થઈ હતી, તે સમયે જીતુ વાઘાણીનો ફરિયાદમાં ઉલ્લેખ થયો ન હતો.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભાજપના મોટા નેતા અને ચાલુ ધારાસભ્ય જીતુ વાઘાણી સામે સમન્સ ઇસ્યુ કરાયુ છે. આમ આદમી પાર્ટીના નેતા અને ગત વિધાનસભામાં જીતુ વાઘાણી સામે ચૂંટણી લડનાર ઉમેદવાર રાજુ સોલંકીએ હાઇકોર્ટમાં જીતુ વાઘાણી સામે પ્રશ્નો ઊભો કર્યો છે અને આ સમગ્ર મામલે ચૂંટણીની જીત કરતાં બીજા વિવાદના કારણે જીત થઈ હોય તેવું જણાવ્યું છે. આજે થયેલી પિટિશનમાં જીતુ વાઘાણી સહિત કુલ પાંચ લોકો સામે સમન્સ ઇસ્યુ કરાયું છે.
ભાવનગર વેસ્ટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ સોલંકી દ્વારા આ ઈલેક્શન પિટિશન ફાઈલ થઈ છે. જીતુભાઈ વાઘાણી ત્યાંના ઉમેદવાર છે તેમના ઇલેક્શન સ્ટેટસાઇડની માંગણી છે. કેસમાં એવું છે કે જ્યારે ઈલેક્શના દિવસ એક રાત પહેલાં ત્યાં પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. જેમાં પત્રિકાઓનું કલર કોમ્બિનેશન આમ આદમી પાર્ટીનું હતું અને તેમાં ઉપર જાહેર સમર્થન હું રાજુભાઈ સોલંકી જીતુભાઈ વાઘાણીને મારું સમર્થન જાહેર કરું છું. એ રીતનો તેમાં લેખ હતો અને તેમાં નીચે લખેલું હતું કે, આપનો રાજુ સોલંકી. આ બાબતે તે સમયે પોલીસમાં પણ ફરિયાદ આપવામાં આવી હતી.
તેમજ ઈલેક્શન કમિશનને પણ ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે પણ ત્યાં એફઆઇઆર રજિસ્ટ્રર કરી તેમાં જીતુભાઈને આરોપી નથી ગણાવ્યા. પણ ઈલેક્શન પિટિશન જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની અંડર જે પ્રોવિઝન છે તે મુજબ અમે અહીં પિટિશન ફાઈલ કરી છે અને તેમાં કરપ્ટ પ્રેક્ટિસીસના ગ્રાઉન્ડ ઉપર જીતુભાઈ વાઘાણીનું ઇલેક્શન સ્ટેટસાઇડ કરવામાં આવે અને તેમને ડિસક્વોલિફાય કરવામાં આવે તેવી માંગણી છે. આમાં જીતુભાઈ વાઘાણી, ઈલેક્શન કમિશન અને ત્યાંના ડીઈઓ અને બીજા એક રાજુ સોલંકી જેમના નામથી નીચે નંબર જુદો બતાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. તે તમામ પાંચ લોકોને સમન્સ ઈસ્યુ કર્યા છે.